hardik pandya

Hardik Pandya: હાર્દિક પંડ્યા પર ભડક્યા આ પૂર્વ ખેલાડી, કહ્યુ- દેશ અને રાજ્ય માટે રમતા નથી, IPL માટે તમે ફીટ થઈ જાઓ છો

Hardik Pandya:IPL સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ નવા કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે મેદાનમાં ઉતરશે.

સ્પોર્ટ્સ ડેસ્ક, 13 માર્ચઃ Hardik Pandya: IPL 2024ની શરૂઆત 22 માર્ચથી થવા જઈ રહી છે. આ IPL સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ નવા કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે મેદાનમાં ઉતરશે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે હાર્દિકે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનીને કંઈક ખોટું કર્યું છે. હાર્દિક હાલ દરેકના નિશાના પર છે. રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાના મુંબઈ ઈન્ડિયન્સના નિર્ણયને ઘણા પૂર્વ ક્રિકેટરોએ પણ ખોટો ગણાવ્યો છે.

ઘણા ચાહકોનું માનવું છે કે મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માનું અપમાન કર્યું છે. હવે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર પ્રવીણ કુમારે હાર્દિક પંડ્યા પર નિશાન સાધ્યું છે. પ્રવીણ કુમારે હાર્દિક પંડ્યા પર કટાક્ષ કરતા કહ્યું કે, “તમે IPL પહેલા કેવી રીતે ફિટ થઈ જાઓ છો.”

આ પણ વાંચોઃ Gujarat CM Decision: રાજ્યમાં શહેરી જનજીવન સુખાકારીના CM ભૂપેન્દ્ર પટેલના લીધા મહત્વપૂર્ણ નિર્ણયો, નગરોના સુઆયોજિત વિકાસને નવી દિશા મળશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો