India Men Hockey Team

Hockey players prize: ભારતીય મેન્સ હોકી ટીમના આ 10 ખેલાડીને પંજાબ સરકાર આટલા કરોડ રૂપિયા અને સરકારી નોકરી આપશે

Hockey players prize: ભારતીય હોકી ટીમે જર્મનીને હરાવીને ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે

ખેલ ડેસ્ક, ૦૫ ઓગસ્ટ: Hockey players prize: ભારતીય હોકી ટીમે જર્મનીને હરાવીને ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ પંજાબ સરકારે અગાઉ કરેલી જાહેરાત પ્રમાણે હોકી ટીમને બ્રોન્ઝ મેડલ જીતાડનારા પંજાબના 10 ખેલાડીને એક-એક કરોડ રૂપિયા રોકડા અને સરકારી નોકરી મળશે.

ભારતની હોકી ટીમમાંથી કેપ્ટન મનપ્રિત સિંહ સહિત 10 ખેલાડી પંજાબના છે. આ ખેલાડીઓમાં દિલપ્રિત સિંહ, રૂપિન્દર સિંહ, હાર્દિક સિંહ, ગુર્જન્ત સિંહ, સિમરનજીત સિંહ, મનદીપ સિંહ, હરમનપ્રીત સિંહ, શમશેર સિંહ અને વરૂણ કુમારનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Driving licence new rules: સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ડ્રાઈવિંગ લાઈસન્સ બહાર પાડવા માટે વર્તમાન નિયમોમાં ફેરફાર કર્યા- વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે પંજાબના રમતગમત પ્રધાન રાણા ગરુમિત સિંહ સોઢીએ જાહેરાત કરી હતી કે, ભારતીય હોકી ટીમ ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતશે તો પંજાબના દરેક ખેલાડીને દોઢ-દોઢ કરોડ રૂપિયા અને સરકારી નોકરી મળશે જ્યારે ભારતીય હોકી ટીમ ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતશે તો પંજાબના દરેક ખેલાડીને એક-એક કરોડ રૂપિયા અને સરકારી નોકરી મળશે. પંજાબ સરકાર હવે આ યોજનાનો અમલ ઝડપથી કરશે એવી આશા છે.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો