Honoring Indian Paralympic Medalist

Honoring Indian Paralympic Medalist: વડાપ્રધાન મોદીએ આજે ખેલાડીઓ સાથે મુલાકાત કરી- જુઓ વીડિયો

Honoring Indian Paralympic Medalist: મોદી સાથે વાતચીત દરમિયાન પેરાલિમ્પિક ખેલાડી ભાવૂક થઈ, કહ્યું- આવું સન્માન અમને અત્યારસુધી કોઇએ નથી આપ્યું

નવી દિલ્હી, 12 સપ્ટેમ્બરઃHonoring Indian Paralympic Medalist: ઈન્ડિયાએ ટોક્યો પેરાલિમ્પિકમાં ઐતિહાસિક પ્રદર્શન દાખવીને 19 મેડલ જીત્યા છે. જેમાં 5 ગોલ્ડ 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ સામેલ છે. આ અત્યારસુધીની કોઇપણ પેરાલિમ્પિકમાં ઈન્ડિયાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેવામાં ખેલાડી જ્યારે પરત ફર્યા ત્યારે વડાપ્રધાન મોદીએ ગુરુવારે તેમની સાથે મુલાકાત કરી હતી. જેનો વીડિયો આજે રવિવારે અપલોડ કરવામાં આવ્યો છે.

મોદીએ કહ્યું કે ઈન્ડિયન પેરા એથ્લીટ્સે ટોક્યોમાં પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું. આગળ પણ તેઓ આનાથી પણ વધારે સારુ પ્રદર્શન કરે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે 130 કરોડ દેશવાસી પેરા એથ્લીટ્સની સાથે છે. આ કાર્યક્રમ દરમિયાન પેરાએથ્લીટ્સ ભાવૂક થઈ ગયા હતા અને વડાપ્રધાનને કહ્યું કે અત્યારસુધી અમને આટલું સન્માન કોઇએ નથી આપ્યું.

આ પણ વાંચોઃ The condition of the farmers: સરકાર બદલાતી રહી પરંતુ કિસાનોની હાલત એવી ને એવી જ રહી- કિસાનો ના નામ પર અલ્લાહુ અકબર !

PMએ આની પહેલા ટૂર્નામેન્ટ દરમિયાન પણ એથ્લીટ્સ સારું પ્રદર્શન કરે તે માટે તેમનો ઉત્સાહ વધાર્યો હતો. એટલું જ નહીં વડાપ્રધાન મોદીએ દરેક એથ્લીટ્સને ફોન કરીને જીતની શુભેચ્છા પણ પાઠવી હતી.

વડાપ્રધાન સાથે મુલાકાત કર્યા પછી દરેક એથ્લીટ્સે કહ્યું હતું કે આ અમારા માટે ગૌરવની ક્ષણ હતી. આની પહેલા બધા અમને વિકલાંગ કહેતા હતા પરંતુ ત્યારપછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમને દિવ્યાંગ કહીને માન આપ્યું. પેરાલિમ્પિક દરમિયાન બીજા દેશના એથ્લીટ્સ પણ ચોંકી ઉઠ્યા હતા કે ભારતના વડાપ્રધાન સામેથી તેમને ફોન કરીને શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં એવા એથ્લીટ્સ પણ હાજર રહ્યા હતા કે જે મેડલ જીતી શક્યા નહતા. વડાપ્રધાને તેમનો ઉત્સાહ પણ વધાર્યો અને ટોક્યોમાં પેરાએથ્લીટ્સની મહેનતને વધાવી હતી.

ટોક્યો પેરાલિમ્પિક પહેલા ભારતે 53 વર્ષમાં 11 પેરાલિમ્પિકમાં માત્ર 12 મેડલ જ જીત્યા હતા. 1960થી પેરાલિમ્પિકનું આયોજન થઈ રહ્યું છે. જેમાં ભારતે 1968થી ભાગ લેવાનું શરૂ કર્યું હતું, જોકે 1976 અને 1980માં તેને ભાગ લીધો નહતો. ઈન્ડિયાએ આ ટર્મમાં ત્રણેય મેડલ જીત્યા છે. જેમાં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. જેથી એમ કહી શકાય કે વિવિધ રંગના મેડલ ટોક્યોથી ભારત લાવવામાં પેરાએથ્લીટ્સ સફળ રહ્યા છે.

અવનીએ આ ટર્મનો પહેલો ગોલ્ડ જીતાડ્યો

  • ટોક્યો પેરાલિમ્પિકમાં સૌથી પહેલો ગોલ્ડ મેડલ અવનીએ જીતાડ્યો હતો. તેણે મહિલાઓની R-2 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ SH1મા પહેલો ક્રમાંક મેળવ્યો હતો.
  • ભારત માટે બીજો ગોલ્ડ મેડલ ભાલા ફેંકમાં સુમિત અંતિલે જીતાડ્યો હતો. તેણે ફાઇનલમાં 68.55 મીટરનો બેસ્ટ થ્રો કર્યો હતો.
  • ત્રીજો ગોલ્ડ મેડલ 19 વર્ષના શૂટર મનીષ નરવાલે જીત્યો હતો. તેમણે મિક્સ્ડ 50 મીટર SH1માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નરવાલે ફાઇનલમાં 209.1નો સ્કોર કર્યો હતો.
  • વળી 2 ગોલ્ડ મેડલ બેડમિન્ટનમાં પણ આવ્યા, પ્રમોદ ભગતે SL3મા ચોથો ગોલ્ડ જીત્યો, જ્યારે SH6માં કૃષ્ણા નાગરે જીત્યો હતો
  • આ પણ વાંચોઃ Refused to support the Taliban government: જયશંકરે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારને સમર્થનનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો- વાંચો વિગતે
Whatsapp Join Banner Guj