4ff1f615 4ed1 4f0c a8ef d7c836a2c0f6

Antim darshan: હાલ કોરોનામહામારીને લઈ અંબાજી જેવા તીર્થસ્થળો ને મોટા સેન્ટરોમા અંતિમ સંસ્કારની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ!

Antim darshan: દહનથી/કદાચ સ(દુરૂપયોગ)થી ઘા પર મીઠાનો અનુભવ થયો. મોટા થડિયાના કટકા,ડાળા,ડાળીઓ કેટલાં બધાં લાકડા? સ્મશાનનો કોઠાર પણ લાકડાથી ભરેલો.અને બહાર પણ લાકડાના ઢગલા.કદાચ,મોતની મોસમ છે એટલે આગોતરૂં આયોજન હશે

અહેવાલઃ ડો.સુરેન્દ્ર ગુપ્તા

Antim darshan: આજે એક અંગત સ્વજનના પ્રસંગે સ્મશાન જવાનું થયું.આમ તો સગા,પરિચિત,જ્ઞાતિબંધુ,સમાજના મોભીના મૃત્યુમાં સ્મશાન જવું એ રૂટિન ઘટના છે. (કોરોના કાળ સિવાય) ઘણી બધી વાર ગયેલો.પરંતુ અર્થી બાંધવાથી શબવાહિની થી સ્મશાન સુધીની યાત્રા અને તે પછીનો શબદહન નો સંપૂર્ણ નજારો અંત સુધી કદાચ પ્રથમ વાર જોયો.


અમે ગયા અને બીજા બે શબ થોડીક વારમાં આવ્યાં.શબની નીચે અને ઉપર લાકડાનાં થડીયા,ડાળીઓ અને કટકા ગોઠવાતા હું જોઇ રહ્યો.હું સ્વજનના મૃત્યુથી તો ઘવાયેલો હતો જ. પરંતુ આટલા બધા લાકડાના દહનથી/કદાચ સ(દુરૂપયોગ)થી ઘા પર મીઠાનો અનુભવ થયો.
મોટા થડિયાના કટકા,ડાળા,ડાળીઓ કેટલાં બધાં લાકડા? સ્મશાનનો કોઠાર પણ લાકડાથી ભરેલો.અને બહાર પણ લાકડાના ઢગલા.કદાચ,મોતની મોસમ છે એટલે આગોતરૂં આયોજન હશે.(સ્મશાન શીખી ગયું-સરકાર કયારે શીખશે..?)

Advertisement


મારો પ્રકૃતિ પ્રેમી,પરિઆવરણ પ્રેમી અને Social Reformer નો આત્મા અંદર સુધી હચમચી ગયો.કેટલા અધધધ વૃક્ષો આ Ritual માટે કપાતા/કપાયા હશે…? હવે હું સ્વજન મૃત્યુ અને પરિઆવરણ મૃત્યુ -એમ બે પીડા થી ગ્રસિત હતો. આપણાં પૂર્વજો એ સેંકડો-હજારો વર્ષ પહેલા આ રિવાજો બનાવેલા.ત્યારે મર્યાદિત-જૂજ વસ્તી અને અધધધ એવા જંગલો અને જમીનો હતા.આજે એનાથી તદ્દન વિપરીત.છેલ્લા કેટલાય દાયકાઓથી પરિઆવરણ,જમીનો અને જંગલો કોરોનાગ્રસ્ત છે. ઝડપથી મરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Honoring Indian Paralympic Medalist: વડાપ્રધાન મોદીએ આજે ખેલાડીઓ સાથે મુલાકાત કરી- જુઓ વીડિયો

આવનારી પેઢીઓને સુખચેનથી જીવાડવી હશે(ઓક્સિજનની કિલ્લત વગર-જે આપણે હમણા જ જોઇ છે)તો મોડા મોડા પણ તાત્કાલિક યુધ્ધના ધોરણે આપણે જાગવું જ રહ્યું. આપણે Extreme વિજ્ઞાન અને ટેકનોલોજીની ૨૧મી સદીમાં જીવતી પ્રજા છીએ.આવા જરીપુરાણા,બાળવા-દાટવાના રિવાજો કયાં સુધી…?ઓછી જમીન અને અધધધ વસ્તી (પશ્ચિમના દેશોથી વિપરિત),બાળવા જંગલો કયાંથી લાવવા…?દાટવા જમીન કયાંથી લાવવી…?

Advertisement


વૈજ્ઞાનિક-આધુનિક અભિગમ જ આનો ઉપાય છે.ઇલેક્ટ્રિક/ગેસ શબદાહ આવી ગયા.તેનો મહત્તમ અથવા માત્ર ને માત્ર ઉપયોગ કરવો જોઇએ.(કદાચ ભવિષ્યમાં સરકાર કાયદો પણ લાવે)એનાથી આગળ વધીને કહુંતો એવી દારુગોળાની ગન કે ટેબ્લેટ્સ વિકસિત કરવી જોઇએ કે જે થોડીકવારમાં જ આખા શબને દહન કરી દે. (એ Factory Products-જથ્થાબંધમાં Amazon-Flipcart, D- મારટ પર મળશે)કયારેય અછત નહિ વર્તાય.

મુસ્લિમો પણ આવો અભિગમ સવેળો અપનાવે એ સમયનો તકાજો છે.દફનાવવા માટે જમીનો કયાંથી લાવવી…? ફરી,અહીં પારસીઓને યાદ અને નમન કરું છું.જેમની વસ્તીના આંકડા દાયકાઓથી ટીબીગ્રસ્ત છે.પરંતુ જુસ્સો-દેશદાઝ-ઉદ્યોગ કુનેહ અને મૃત્યુ પછીના રિવાજો હાલનાં કોરોનાના આંકડાઓને ધરાશાયી કરીદે એવા છે.

આ પણ વાંચોઃ The condition of the farmers: સરકાર બદલાતી રહી પરંતુ કિસાનોની હાલત એવી ને એવી જ રહી- કિસાનો ના નામ પર અલ્લાહુ અકબર !

Advertisement
Whatsapp Join Banner Guj
દેશ કી આવાજ ની તમામ ખબરો તમારા ફેસબુક પર મેળવવા માટે લાઈક તથા ફોલો કરો.

Copyright © 2021 Desh Ki Aawaz. All rights reserved.