Banner naman

The condition of the farmers: સરકાર બદલાતી રહી પરંતુ કિસાનોની હાલત એવી ને એવી જ રહી- કિસાનો ના નામ પર અલ્લાહુ અકબર !

The condition of the farmers: પચાસ વરસમાં ગરીબોની આખેઆખી પેઢીઓ બદલાઈ ગઈ પરંતુ તેમના ઘરોમાંથી ગરીબી દૂર નથી થઇ. ગરીબીના અનેક દ્રશ્ય-અદ્રશ્ય કારણો છે

The condition of the farmers: કિસાન, ગરીબ, દલિત અને મુસ્લિમ, ભારતીય રાજકારણીઓના  એકદમ પ્રિય વિષય રહ્યા છે. આજથી પચાસ વરસ પહેલા, ૧૯૭૧ ચૂંટણીમાં “ગરીબી હટાઓ (“ગરીબી દૂર કરો”)” સૂત્ર ઇન્દિરા ગાંધીએ ચૂંટણી અભિયાનના થીમ તરીકે ઉપયોગમાં લેવાનું શરુ કર્યું હતું. આ સૂત્ર આજે પણ કોંગ્રેસ વાપરે છે. પચાસ વરસમાં ગરીબોની આખેઆખી પેઢીઓ બદલાઈ ગઈ પરંતુ તેમના ઘરોમાંથી ગરીબી દૂર નથી થઇ. ગરીબીના અનેક દ્રશ્ય-અદ્રશ્ય કારણો છે.

આવી જ હાલત કિસાનો(The condition of the farmers)ની છે, આઝાદી પછીની દરેકે દરેક ચૂંટણીમાં કિસાનો દરેકે દરેક પક્ષનો ચૂંટણી ઢંઢેરાનો એક ભાગ રહ્યો જ છે. દરેક પક્ષ કિસાનોની હાલત સુધારવાનું વચન આપતો જ રહ્યો છે. દેશના ૭૪ વરસમાં મોટાભાગે કોંગ્રેસ કે કોંગ્રેસ સમર્થન પ્રાપ્ત પક્ષોએ રાજ કર્યું છે. સરકાર બદલાતી રહી પરંતુ કિસાનોની હાલત એવી ને એવી જ રહી. કારણ, દરેક પક્ષને કિસાનો, ખેડૂતોની હાલત સુધરે એમાં ખાસ રસ હતો જ નહિ, તેમને માટે તો કિસાનો પણ એક મુસ્લિમ, દલિત, ગરીબની જેમ એક મતબેન્ક જ રહી છે.

આ પણ વાંચોઃ Gujarat cm politics: ભાજપમાં નરેન્દ્ર મોદીને બાદ કરતા એક પણ સીએમ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી- જુઓ એકવખત આ યાદી

પક્ષો કિસાનોને ઋણ માફી, વ્યાજ માફી કે લોન માફી જેવા ટૂંકા ગાળાના પ્રલોભન આપી અને સરકાર બનતા જ આવા તકલાદી ઉપાયો દ્વારા ખુશ કરતા રહ્યા, કિસાનો ખુશ થતા રહ્યા. પરંતુ કિસાનોની વાસ્તવિક સમસ્યા, લોન-ઋણ-વ્યાજ કરતા વિશેષ તેમની આવક હતી, તેમની ઉપજનું યોગ્ય મૂલ્ય પ્રાપ્ત થાય, કિસાનો પોતાનું ઉત્પાદન જ્યાં વધારે કિંમત મળે ત્યાં વેચી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવી જરૂરી હતી.

કૃષિ કાનૂન વિષે રોજ અઢળક વાર્તાલાપ સાંભળો જ છો એટલે એની ચર્ચા નથી કરવી, વાત છે  રાકેશ ટિકૈત નામની વ્યક્તિની જે હમણાં ખેડૂતો, કિસાનોના મસીહા થઈને પોતાને પ્રસ્તુત કરી રહી છે. આઝાદીના પંચોતેરમાં વર્ષમાં સૌથી મોટો કિસાનોનો શુભ ચિંતક તે પોતે જ હોય તે રીતે ટીવી, મીડિયામાં છવાયેલો રહે છે પરંતુ તેને કોઈ પત્રકાર કૃષિ કાયદા વિષે ચર્ચા કરવાનું કહે તો ભાજપનો એજન્ટ કે સરકારનો લાભાર્થી કહી લવારા કરવા માંડે છે.

Modi Government Increased MSP farmer

હમણાં એક સભામાં અલ્લાહુ અકબરના નારા લગાવ્યા. કૃષિ કાયદાનો વિરોધને અલ્લાહુ અકબરના નારા સાથે શું લાગે વળગે ? હકીકતમાં રાકેશ ટિકૈત પણ કિસાનોનો ઉપયોગ કરી રહ્યો છે. રાકેશ ટિકૈતને મોટા નેતા બનવું છે, તેને પણ કિસાનોના હિત/અહિત સાથે કાંઈ લાગતુંવળગતું નથી. એપીએમસીની સાથે સાથે બીજું માર્કેટ કિસાનોને મળે તો આપોઆપ તેમને વધુ આવક મળે જેનો સીધો લાભ કિસાનોને જ થાય એમ છે.

આ માટે શ્રેષ્ઠ ઉદાહરણ સુરતનું ટેક્સટાઇલ માર્કેટ છે. એક સમયે સુરતનો કાપડ ઉદ્યોગ વેચાણ માટે આડતીયા પર જ નિર્ભર રહેતા હતા. ટેક્સટાઇલ માર્કેટના નિર્માણ સાથે ખરીદનાર, વેચનાર, ઉત્પાદન કરનાર દરેકને ફાયદો તો થયો જ સાથે જ એકલો માર્કેટ વિસ્તાર જ લાખો લોકોને રોજગારી આપતો મુખ્ય સ્ત્રોત પણ સાબિત થયો છે. આજે પણ કેટલાક વેપારી આડતીયા મારફત જ વેપાર કરે છે, આ તેમની પસંદગી છે, કોઈએ તેમને જબરદસ્તી નથી કરી.

આ પણ વાંચોઃ Refused to support the Taliban government: જયશંકરે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારને સમર્થનનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો- વાંચો વિગતે

રાકેશ ટિકૈત કિસાન આંદોલનના નામ પર શક્તિ પ્રદર્શન કરે છે. તેનો મકસદ સ્પષ્ટ છે, ભાજપને ચૂંટણી જીતવામાં મુશ્કેલી પડવી જોઈએ. સવાલ તો અસલી કિસાનો માટે પણ થવો ઘટે જો તેઓ કૃષિ કાયદાથી ખુશ, સંતુષ્ટ અને લાભાર્થી હોય તો કિસાન આંદોલનના નામ પર, કિસાનોના નામ પર ખેલાતા રાજકારણનો ખુલીને વિરોધ કરવો જોઈએ. અન્યાય સામે ચૂપ રહેવું તે પણ અન્યાયનું સમર્થન જ છે. અસલી કિસાનોના નેતાઓએ મંચ સંભાળવો જોઈએ. કેમ કે કૃષિ કાનૂન વિરોધ આંદોલન હવે વિપક્ષ તેમજ અન્ય દેશો, દેશ વિરોધી સંગઠનો દ્વારા પ્રેરિત અને પોષિત પ્રજાને ભ્રમિત કરવાનું પ્લેટફોર્મ બની રહી ગયું છે.

સરકારે પણ આવા તત્વો સામે એક્શન લેવું જરૂરી છે, પ્રજા સાથે છે એનો મતલબ એ નથી કે બધું પ્રજા ભરોશે છોડી દેવામાં આવે. વિદેશી ફંડ રોકવાની સત્તા અને સામર્થ્ય સરકાર પાસે છે જ.

Whatsapp Join Banner Guj