Amdavad Fog

Amdavad Fog: અમદાવાદમાં હિલ સ્ટેશન જેવુ વાતાવરણ, વહેલી સવારે ધુમ્મસ છવાયો…

Amdavad Fog: અમદાવાદમાં ધુમ્મસને કારણે 50 મીટર દૂરનું પણ જોવું મુશ્કેલ બની ગયુ

અમદાવાદ, 30 જાન્યુઆરી: Amdavad Fog: શહેરમાં આજે ભારે ધુમ્મસનો કહેર વર્ત્યો છે. ધુમ્મસને કારણે સવારે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદમાં ધુમ્મસને કારણે 50 મીટર દૂરનું પણ જોવું મુશ્કેલ બની ગયુ હતુ. શહેરનાં અનેક વિસ્તારોમાં માવઠાનો કહેર પણ છવાયો છે. આ વાતાવરણ પલટાથી ખેડૂતોને પાક નુકસાનની ભીતિ છે.

રાજ્યમના ઘણા ભાગોમાં માવઠા જેવી સ્થિતિ છે. અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસનો કેર, ઝીરો વિઝિબિલિટીને કારણે વાહન ચાલકોને અટવાવવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: India win U19 t20 world cup: શેફાલી વર્માની કેપ્ટન્સીમાં ભારતે જીત્યો અંડર-19 T20 વર્લ્ડ કપ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો