Indian cricketer covid positive

Indian cricketers: ભારતીય ખેલાડીઓએ ઇગ્લેન્ડમાં નાક કપાવ્યું- ક્વોરેન્ટાઈન રહેવાનુ હોવા છતાં ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો માન્ચેસ્ટરમાં ફર્યા..!

Indian cricketers: ઈંગ્લેન્ડના ખેલાડીઓ આ ટેસ્ટ મેચ રદ થવા માટે ટીમ ઈન્ડિયાને જવાબદાર માની રહ્યા છે અને ભારતીય ટીમ પર તેઓ ગુસ્સે છે

સ્પોર્ટ્સ ડેસ્ક, 11 સપ્ટેમ્બરઃ Indian cricketers: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં રમાનારી સિરિઝની પાંચમી ટેસ્ટ કોરોનાના કારણે રદ થયા બાદ ઈંગ્લેન્ડના ક્રિકેટરો રોષે ભરાયેલા છે.

મળતા અહેવાલ પ્રમાણે ઈંગ્લેન્ડના ખેલાડીઓ આ ટેસ્ટ મેચ રદ થવા માટે ટીમ ઈન્ડિયા(Indian cricketers)ને જવાબદાર માની રહ્યા છે અને ભારતીય ટીમ પર તેઓ ગુસ્સે છે. જેના પગલે ઈંગ્લેન્ડના ક્રિકેટરોએ આઈપીએલમાં ભાગ નહીં હેલાનુ નક્કી કર્યુ હોવાની ચર્ચા શરૂ થઈ છે.

ઈંગ્લેન્ડની ટીમના પાંચ ખેલાડીઓ જોની બેરસ્ટો, સેમ કરેન, મોઈ અલી, ડેવિડ મલાન, ક્રિસ વોક્સ પૈકીનો કોઈ એક ક્રિકેટર આઈપીએલ ના રમે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ Statement of C.R.Patil: વિજય રુપાણીના રાજીનામા બાદ, પાટીલે કહ્યું- હું મુખ્યમંત્રી બનવાની રેસમાં નથી- વાંચો વિગત

આ તમામ ઈંગ્લિશ ખેલાડીઓને ટીમ ઈન્ડિયાની સાથે જ ચાર્ટર્ડ ફ્લાઈટમાં યુએઈ પહોંચવાનુ છે. જ્યાં અધુરી આઈપીએલની બાકીની મેચો રમાવાની છે. આ મેચોનો પ્રારંભ 19 ડિસેમ્બરથી થવાનો છે.

એક બ્રિટિશ અખબારનુ કહેવુ છે કે, ઈંગ્લેન્ડના કેટલાક ખેલાડીઓને લાગે છે કે, ભારતીય ખેલાડીઓ(Indian cricketers)એ કોરોનાના પ્રોટોકોલનુ યોગ્ય રીતે પાલન નહોતુ કર્યુ. ટીમના ફિઝિયો યોગેશ પરમાર કોરોના પોઝિટિવ જાહેર થયા તે બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ક્વોરેન્ટાઈન રહેવાનુ હતુ પણ મેચના એક દિવસ પહેલા ગુરૂવારે કેટલાક ભારતીય ક્રિકેટરો માન્ચેસ્ટરમાં ફરી રહ્યા હતા.

એવુ પણ જાણવા મળ્યુ છે કે, મેચની આગલી રાતે ભારતીય ખેલાડીઓએ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના સીઈઓને મેલ કરીને કહ્યુ હતુ કે, અમે પાંચમી ટેસ્ટ રમવા માટે તૈયાર નથી. આ સંજોગોમાં ઈંગ્લેન્ડે એક કે બે દિવસ બાદ મેચ શરૂ કરવાની ઓફર મુકી હતી પણ ભારતીય ખેલાડીઓ તે માટે પણ તૈયાર થયા નહોતા. તેમને કોરોનાથી સંક્રમિત થવાનો ડર લાગી રહ્યો હતો.

આ પણ વાંચોઃ Hardik Patel’s statement on Rupani’s resignation: આ રાજીનામુ એ ગુજરાતની જનતાને ગુમરાહ કરવા માટે લેવાયેલો નિર્ણય છે!- હાર્દિક પટેલ

જોક ટેસ્ટ મેચ મોડી શરૂ થાત તો આઈપીએલમાં ટીમ ઈન્ડિયાના ઘણા ક્રિકેટરો શરૂઆતની મેચોમાં ઉતરી શકતા નહીં. કારણકે 19 સપ્ટેમ્બરથી આઈપીએલ શરૂ થાય છે અને તે પહેલા યુએઈમાં પહોંચ્યા બાદ ક્રિકેટરોને અમુક સમય માટે ક્વોરેન્ટાઈન રહેવાનુ હતુ.

Whatsapp Join Banner Guj