20 years of 911 attack

20 years of 9/11 attack: 9/11 હુમલાના 20 વર્ષ, આતંકવાદ સામેના યુધ્ધમાં અમેરિકાએ કર્યો હતો આટલો ખર્ચ

20 years of 9/11 attack: અનુમાન પ્રમાણે અમેરિકાએ નાઈન ઈલેવનના આતંકી હુમલા બાદ નવ ખરબ ડોલરનો ખર્ચ કર્યો છે અને તેમાં નવ લાખથી વધારે લોકોના મોત થયા

વોશિંગ્ટન, 11 સપ્ટેમ્બર: 20 years of 9/11 attack: અમેરિકા પર 11 સપ્ટેમ્બર,2001ના દિવસે થયેલા આતંકી હુમલાને 20 વર્ષ પૂરા થયા છે અને એ પછી અમેરિકાએ આતંકવાદ સામે યુધ્ધ જાહેર કર્યુ હતુ. આ હુમલા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો અને એ પછી અહીંયા અમેરિકન સૈનિકોની તૈનાતી કરી હતી.20 વર્ષ દરમિયાન અમેરિકાએ ઘણા આતંકવાદીઓને મોતને ઘાટ પણ ઉતાર્યા છે તો કેટલાક હજી પણ જીવતા છે.

આ સમયગાળામાં અમેરિકાએ પાણીની જેમ પૈસો વહાવ્યો હતો. અમેરિકની બ્રાઉન યુનિવર્સિટીએ છેલ્લા 20 વર્ષમાં અમેરિકાએ કેટલો ખર્ચો કર્યો અને અમેરિકાએ આતંકવાદ સામે જાહેર કરેલા યુધ્ધની શું અસરો પડી છે તેના પર એક રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમ કે એક અનુમાન પ્રમાણે અમેરિકાએ નાઈન ઈલેવનના આતંકી હુમલા બાદ નવ ખરબ ડોલરનો ખર્ચ કર્યો છે અને તેમાં નવ લાખથી વધારે લોકોના મોત થયા છે.

આ પણ વાંચોઃ Indian cricketers: ભારતીય ખેલાડીઓએ ઇગ્લેન્ડમાં નાક કપાવ્યું- ક્વોરેન્ટાઈન રહેવાનુ હોવા છતાં ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો માન્ચેસ્ટરમાં ફર્યા..!

2011 બાદ અમેરિકાની સેનાએ અફઘાનિસ્તાન સહિતના આઠ દેશોમાં આતંકવાદ સામે મોરચો માંડ્યો હતો અને તેના કારણે ભડકેલા જંગમાં 3.7 કરોડ લોકોને બેઘર થવાનો વારો આવ્યો છે. એક અંદાજ પ્રમાણે એકલા અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં જ અમેરિકાએ 2 ખરબ ડોલર ખર્ચયા છે. જેમાં અમેરિકન સરકાર દ્વારા સૈનિકોની આજીવન દેખરેખ રાખવા માટે થતો ખર્ચ સામેલ નથી.

Whatsapp Join Banner Guj