Khelo India Youth Games 2021 22

Khelo India Youth Games – 2021-22: હરીયાણા ખાતે યોજાનાર “ખેલો ઇન્ડીયા યુથ ગેમ્સ – 2021-22” માં ગુજરાતમાંથી એકમાત્ર સુરતની આયુષી ગજ્જરની પસંદગી

Khelo India Youth Games – 2021-22: “ખેલો ઇન્ડીયા યુથ ગેમ્સ – 2021” માં ગુજરાતમાંથી એકમાત્ર સુરતની આયુષી ગજ્જરની પસંદગી. સુરતની આયુષી ગજ્જર વેઇટલિફ્ટીંગમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. સમગ્ર ગુજરાતમાંથી નેશનલ લેવલ પર પસંદગી પામી તેમણે સુરતનું ગૌરવ વધાર્યુ.

સ્પોર્ટ્સ ડેસ્ક, 21 મેઃ Khelo India Youth Games – 2021-22: ખેલો ઇન્ડીયા યુથ ગેમ્સ – 2021નું આયોજન આગામી તારીખ 5 થી 9 જુન 2022 દરમ્યાન પંચકુલા હરીયાણા ખાતે થનાર છે. જેમાં ગુજરાતમાંથી એકમાત્ર સુરતની આયુષી ગજ્જરની વેઇટલિફ્ટીંગ સ્પોર્ટમાં પસંદગી થયેલ છે.

આયુષી ગજ્જર 81 કિગ્રા વેઇટ કેટેગરીમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. ઉલ્લેખનિય છે કે ખેલો ઇન્ડીયા યુથ ગેમ્સ વેઇટલિફ્ટીંગમાં પસંદ થનારી આયુષી ગજ્જર ગુજરાતની એક્માત્ર મહિલા ખેલાડી છે. સમગ્ર ગુજરાતમાંથી નેશનલ લેવલ પર પસંદગી પામી તેમણે સુરતનું ગૌરવ વધાર્યુ છે.

આ પણ વાંચોઃ Cold drink bottle lid stuck in throat boy died: કોલ્ડ ડ્રિન્ક પીતી વખતે ગળામાં ઢાંકણું ફંસાઈ જતાં મોત નીપજ્યુ- વાંચો શું છે ઘટના?

વર્ષીય આરુષિ ગજ્જર સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહે છે પરિવારમાં તેને માતા-પિતા અને ભાઈ અને બે બહેનો છે આરુષિના પિતા એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે. મધ્યમ વર્ગ પરિવારમાંથી આવતી આરુષિ ગજ્જરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેના પ્રેક્ટિસ નો ખર્ચ કોચ સારથી ભંડારી ઉઠાવી રહ્યા છે.

આયુષી ગજ્જર “સુરત વેઇટલિફ્ટીંગ ક્લબ” ખાતે કોચ સારથી ભંડારી તથા સ્પોર્ટ્સ ન્યુટ્રીશનીસ્ટ તેજસ પચ્ચીગર પાસેથી તાલીમ મેળવે છે. ગુજરાત વેઇટલિફ્ટીંગ એસોસીએશનના પ્રમુખ ડો. મયુર પટેલ અને કોચ અમીત રાઠોડે ખેલો ઇન્ડીયા યુથ ગેમ્સમાં ઉમદા પ્રદર્શન કરી મેડલ અંકીત કરવામાં આવે તેવી અપેક્ષાઓ સહ શુભેચ્છાઓ પાઠવી છે.

(સોર્સઃ ન્યુઝ સર્ચ)

આ પણ વાંચોઃ 33 killed in lightning strike: ભારે વરસાદ અને વાવાઝોડા બાદ વીજળી ત્રાટકતા 33 લોકોએ ગુમાવ્યા જીવ

Gujarati banner 01