12 year old daughter suicide

Cold drink bottle lid stuck in throat boy died: કોલ્ડ ડ્રિન્ક પીતી વખતે ગળામાં ઢાંકણું ફંસાઈ જતાં મોત નીપજ્યુ- વાંચો શું છે ઘટના?

Cold drink bottle lid stuck in throat boy died: પોલીસે શબનું પોસ્ટમોર્ટમ કરીને તેને પરિવારના સભ્યોને સોંપી દીધું

હરિયાણા, 21 મેઃCold drink bottle lid stuck in throat boy died: હરિયાણાના અંબાલા જિલ્લામાં કોલ્ડ ડ્રિન્ક પીતી વખતે ગળામાં ઢાંકણું ફંસાઈ જતાં પૂર્વ સૈનિકના એકના એક પુત્રનું મૃત્યુ થયું છે. મૃતકની ઓળખ ડિફેન્સ કોલોની નિવાસી અનિલ કુમારના 15 વર્ષના પુત્ર યશ કુમાર(ગોલુ) તરીકે થઈ છે. પોલીસે શબનું પોસ્ટમોર્ટમ કરીને તેને પરિવારના સભ્યોને સોંપી દીધું છે.

યશ તેને ઘરે બોટલનું ઢાંકણ કાઢીને કોલ્ડ ડ્રિન્ક પી રહ્યો હતો. અચાનક બોટલનું ઢાંકણું ખુલીને તેના મોઢામાં જતુ રહ્યું હતું અને ગળામાં ફસાઈ ગયું. બોટલ પ્લાસ્ટિકની હતી.

આ પણ વાંચોઃ 33 killed in lightning strike: ભારે વરસાદ અને વાવાઝોડા બાદ વીજળી ત્રાટકતા 33 લોકોએ ગુમાવ્યા જીવ

યશના ગળામાં ઢાંકણું ફંસાતા જ પરિવારમાં દોડધામ થઈ હતી. માતા અને મોટી બહેન કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર યશને લઈને મિલિટરી હોસ્પિટલ અંબાલા પહોંચી ગયા હતા. અહીં ડોક્ટરોએ ખૂબ જ મહેનત પછી ગળામાં ફંસાઈ ગયેલું ઢાંકણું કાઢ્યું હતું. જોકે ડોક્ટરો યશને બચાવવામાં નિષ્ફળ રહ્યાં હતા. યશે સારવાર દરમિયાન જ જીવ ગુમાવી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે, યશના કાકા સુનીલ કુમાર જણાવ્યું કે યશ બે ભાઈ-બહેન હતા. બહેન પાયલ યશથી મોટી છે. યશ સૈનિક સ્કૂલમાં ધો.11માં અભ્યાસ કરતો હતો. યશના પિતા અનિલ કુમાર આર્મીમાંથી રિટાયર્ડ થયા છે.

આ પણ વાંચોઃ Alert of over speeding drivers: S.G હાઇવે પર ઓવર સ્પીડ વાહન ચલાવતા પહેલા સાવધાન, ત્રીજી વાર નિયમ ભગ બદલ લાઇસન્સ થઇ શકે છે સસ્પેન્સ

Gujarati banner 01