lionel messi

Lionel messi: ફિફા વર્લ્ડ કપ 2022 ફાઇનલ પછી નિવૃત્તિ લેશે આ સ્ટાર ફૂટબોલર…!

Lionel messi: આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી અને કેપ્ટન લિયોનેલ મેસ્સી FIFA વર્લ્ડ કપ 2022ની ફાઇનલ મેચ બાદ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે

ખેલ ડેસ્ક, 14 ડિસેમ્બર: Lionel messi: આર્જેન્ટિનાએ ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમે સેમિફાઇનલ મેચમાં ક્રોએશિયા સામે શાનદાર જીત નોંધાવી હતી. હવે ફાઈનલ મેચ પહેલા જ મોટા સમાચાર સામે આવ્યા છે.

આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી અને કેપ્ટન લિયોનેલ મેસ્સી FIFA વર્લ્ડ કપ 2022ની ફાઇનલ મેચ બાદ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેસ્સીએ નિવૃત્તિની પુષ્ટિ કરી છે. મેસ્સી તેની કારકિર્દીનો છેલ્લો વર્લ્ડ કપ રમી રહ્યો છે.

મેસ્સીની આગેવાની હેઠળના આર્જેન્ટિનાએ સેમિફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ક્રોએશિયા પર જીત મેળવી હતી. આ પછી મેસ્સીના નિવૃત્તિના સમાચાર સામે આવ્યા હતા.

એક સમાચાર અનુસાર, મેસ્સીએ તેની નિવૃત્તિની પુષ્ટિ કરી છે. મેસ્સીએ કહ્યું, “હું ખુશ છું કે હું ફાઇનલ મેચ રમીને વર્લ્ડ કપની સફરનો અંત કરીશ.” આગામી વર્લ્ડ કપ લાંબા સમય પછી આવશે અને મને નથી લાગતું કે ત્યાં સુધી હું તે કરી શકીશ. આ રીતે સમાપ્ત કરવું શ્રેષ્ઠ છે.

આ પણ વાંચો: Deaths to drinking spurious liquor in bihar: બિહારમાં ફરી એક વાર લઠ્ઠાકાંડ, ઝેરી દારુ પીવાથી અહીં થયા 7 લોકોના મોત…

Gujarati banner 01