Botad Poisoned Liquor Case

Deaths to drinking spurious liquor in bihar: બિહારમાં ફરી એક વાર લઠ્ઠાકાંડ, ઝેરી દારુ પીવાથી અહીં થયા 7 લોકોના મોત…

Deaths to drinking spurious liquor in bihar: બિહારના છપરામાં ઝેરી દારુ પીવાથી 7 લોકોના મોત થઈ ગયા છે

નવી દિલ્હી, 14 ડિસેમ્બર: Deaths to drinking spurious liquor in bihar: બિહારમાં ફરી એક વાર ઝેરી દારુ પીવાથી લોકોના મોત થયા છે. અહીં છપરામાં ઝેરી દારુ પીવાથી 7 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે કઈ લોકોની હાલત અત્યંત ગંભીર છે. તેમની સારવાર હાલમાં ચાલી રહી છે. છપરાની સરકારી હોસ્પિટલમાં ભરતી અમિત રંજન નામના શખ્સનું જ્યારે સવારે મોત થઈ ગયું હતું, તો વળી બિમાર લોકોની મશરક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર ચાલી રહી છે.

ઘટનાની ગંભીરતાને જોતા સ્વાસ્થ્ય વિભાગે છપરા સદર હોસ્પિટલ માટે એક ટીમને ગામમાં રવાના કરી દીધી છે. તેમાં નિષ્ણાંત ડોક્ટરની સાથે પેરામેડિકલ સ્ટાફ પણ છે. ઝેરી દારુ પીવાથી એક શખ્સ ઈસુઆપુર હદ વિસ્તારના ડોઈલા ગામના સંજય સિંહ અને બીચેન્દ્ર રાય અને અમિત રંજન તરીકે તેમની ઓળખાણ થઈ છે. તો વળી મશરક હદ વિસ્તારના કુણાલ કુમાર સિંહ અને હરેન્દ્ર રામના મોતના સમાચાર પણ આવ્યા છે. આ ઘટના બાદ ગામમાં હાહાકાર મચી ગયો છે. ડોક્ટરની સ્પષ્ટ કહ્યું છે કે, આ લોકોના ઝેરી દારુ પીવાથી મોત થયા છે.

છપરા ઉપરાંત બેગૂસરાયમાં સંદીગ્ધ અવસ્થામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. મોત બાદ પરિવારમાં માતમ છવાયો છે. પરિજનોનું કહેવું છે કે, વધારે દારુ પીવાથી તેમનું મોત થયું છે. પોલીસ આ સમગ્ર મામલાની તપાસમાં લાગેલી છે. મામલામાં વીરપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના વીરપુર ગામની છે.

મૃતક આધેડની ઓળખાણ જગદર પંચાયતના મુરાદપુર વોર્ડ 9ના રહેવાસી 50 વર્ષિય સુરેશ રાય તરીકે થઈ છે. ઘટનાના સંબંધમાં પરિવારે જણાવ્યું છે કે, મંગળવારે સુરેશ રાય વીરપુરની એક દુકાન પર બેસીને દારુ પી રહ્યો હતો. અચાનક તેની તબિયત ખરાબ થઈ અને ત્યાં જ ઢળી પડ્યો હતો.

આ પણ વાંચો: Redevelopment model at sabarmati railway station: સાબરમતી રેલવે સ્ટેશન પર રિડેવલપમેન્ટ મોડલની કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ખૂબ પ્રશંસા કરી

Gujarati banner 01