Rishabh Pant Passes Fitness Test

Rishabh Pant Passes Fitness Test: આઇપીએલની સિઝન પહેલા ઋષભ પંતના ચાહકો માટે સારા સમાચાર, ફિટનેટ ટેસ્ટમાં થયો પાસ

Rishabh Pant Passes Fitness Test: દિલ્હી કેપિટલ્સ ટીમનો કેપ્ટન ઋષભ પંત IPL 2024 રમવા માટે તૈયાર

સ્પોર્ટ્સ ડેસ્ક, 11 માર્ચઃ Rishabh Pant Passes Fitness Test: આ વર્ષે આઇપીએલની સિઝન  પહેલા, દિલ્હી કેપિટલ્સ (DC) અને ક્રિકેટ પ્રેમીઓ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે.  દિલ્હી કેપિટલ્સ ટીમનો કેપ્ટન ઋષભ પંત IPL 2024 રમવા માટે તૈયાર છે. પંતને ફિટનેસ સર્ટિફિકેટ પણ મળી ગયું છે.

તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે દિલ્હી કેપિટલ્સે ફિટનેશ સર્ટિફિકેટના અભાવે ઋષભ પંતને પોતાની ટીમમાં રાખ્યો નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંતને NCA તરફથી ફિટનેસ ક્લિયરન્સ નહોતું મળ્યું. દિલ્હીએ પંતનો ફિટનેસ રિપોર્ટ માંગ્યો હતો, પરંતુ ટીમ મેનેજમેન્ટને BCCI તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો.

આ પણ વાંચોઃ Electoral Bonds Case: સુપ્રીમકોર્ટે અરજી ફગાવતાં આવતીકાલે ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરવાનો SBIને આપ્યો આદેશ

પરંતુ હવે સૂત્રોએ જણાવ્યું છે કે રિષભ પંતને ફિટનેસ સર્ટિફિકેટ મળી ગયું છે. આવી સ્થિતિમાં તે IPLમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે, જો કે હજુ સુધી આ મામલે સત્તાવાર ખબર સામે આવી નથી.. તમને જણાવી દઈએ કે  IPLની નવી સિઝન 22 માર્ચથી શરૂ થવા જઇ રહી છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો