Shakib Al Hasan

ઓલરાઉન્ડર શાકિબ અલ હસન(Shakib Al Hasan)ને મેદાન પર ગુસ્સો દેખાડવો પડ્યો ભારે, બોર્ડે હાથ ધરી મોટી કાર્યવાહી- વાંચો શું છે મામલો?

સ્પોર્ટ્સ ડેસ્ક, 14 જૂનઃ બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસ(Shakib Al Hasan)નને પોતાની એક ભૂલ ભારે મોંઘી પડી રહીં છે. ઢાકા પ્રીમિયર લીગ દરમિયાન ગુસ્સે ભરાઇને સ્ટમ્પ મારવાના ના પ્રકરણમાં ઢાકા મેટ્રોપોલિસ ક્રિકેટ સમિતિએ કાર્યવાહી કરતા ચાર મેચ માટે બેન મુકી દીધો છે.

ઢાકા પ્રમિયર લીગની શેર-એ-બંગાળ સ્ટેડિયમમાં અબાહાની લિમિટેડ અને મોહમ્મડન સપોર્ટિંગની વચ્ચે મેચમાં શાકિબે(Shakib Al Hasan) બે વખત આવી હરકત કરી હતી. મુશ્ફિકુર રહીમની સીમે એલબીડબ્લ્યુની અપીલને નકારી કાઢતા પોતાનો પિત્તો ગુમાવી દીધો હતો અને સ્ટમ્પને લાત મારી હતી.

ત્યાર બાદ શાકિબે પણ બીજીવાર આવી હરકત કરી હતી. ગુસ્સે ભરાયેલા શાકિબે સ્ટમ્પને લાત મારવાની ઉપરાંત અમ્પાયરો સાથે અપમાનજનક વ્યવહાર કર્યો હતો. જોકે પાછળથી માફી માગી હતી.

Shakib Al Hasan

ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકિબ અલ હસન કોઈને કોઈ વિવાદમાં ફસાતો રહે છે. મેચ ફિક્સિંગ માટે સંપર્ક કરવાની સૂચના નહીં આપવાના આરોપમાં પ્રતિબંધ મૂકવાની વાત કરો અથવા બાયો-બબલને તોડવા પર, આ ખેલાડી હેડલાઇન્સમાં રહે છે. આ વખતે પણ આવું જ કંઈક થયું છે.

આ પણ વાંચો…

આંબોળિયા(Dry mango)ના વ્યવસાય મહીસાગર જિલ્લાના ખેડૂતોને પુરી પાડે છે આજીવિકા ખેતી સાથે પુરક રોજગારીનું સર્જન કરતા ગોધરના ખેડૂત- સંપૂર્ણ અહેવાલ