6f0985cc 7061 498a a295 4111e84e7361

આંબોળિયા(Dry mango)ના વ્યવસાય મહીસાગર જિલ્લાના ખેડૂતોને પુરી પાડે છે આજીવિકા ખેતી સાથે પુરક રોજગારીનું સર્જન કરતા ગોધરના ખેડૂત- સંપૂર્ણ અહેવાલ

અહેવાલ: ઘનશ્યામ વિરપરા

મહીસાગર, 14 જૂનઃDry mango: મનમોહક મહીસાગર જિલ્લો કુદરતી સંપદા અને સૌંદર્યથી ભરપૂર છે, ત્યારે તે તેની એક વધુ આગવી ઓળખથી જાણીતો થયો છે અને તે છે કાચી કેરી માંથી બનાવેલ રસ મધુર આંબોળિયા(Dry mango). જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સહિત ખાનપુર, સંતરામપુર, વિરપુર,બાલાશિનોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સુકવેલા અંબોળિયા ઘણા મોટા પ્રમાણમાં ખેડૂતો દ્વારા ગામે ગામે બનાવી તૈયાર કરવામાં આવે છે. દૂર દેશાવર સુધી આ વિસ્તારના આંબોળિયાની ખ્યાતિ પ્રસરેલી છે.

Dry mango


કાચી કેરીને સૂકવીને આંબોળિયા અને સૂકવેલાં આંબોળિયા(Dry mango)માંથી આમચૂર પાઉડર બનાવવામાં આવે છે જેનો ઉપયોગ દાળ-શાક તેમજ અન્ય વાનગીમાં ખટાશ તરીકે વાપરી વાનગીને રસ મધુર બનાવવા માટે થાય છે. આ પંથકના અંબોળિયા વખણાવાનું મુખ્ય કારણ એ પણ છે કે આ પંથકમાં દેશી સુધાર્યા વગરની જાતોના આંબા વધુ પ્રમાણમાં છે તેમાં ખટાશ વધુ હોય છે તેમાંથી સૂકવી તૈયાર કરાયેલા આંબોળિયાની દેશભરમાં માંગ રહે છે.


લુણાવાડાના વર્ષો અગાઉના મુખ્ય બજાર ગણાતા માંડવી તેમજ મધવાસ દરવાજા વિસ્તારની વ્યાપારી પેઢીઓ દ્વારા આંબોળિયા(Dry mango)નો વહેપાર દેશભરમાં ફેલાયો હતો. અહીંના સ્થાનિક વેપારીઓ સિઝનમાં મોટાપાયે અંબોળિયાની ખરીદી કરી દિલ્હી, કલકત્તા,અમૃતસર, અમદાવાદ, જયપુર, જોધપુર સહિતના દેશભરના વિવિધ બજારોમાં પહોંચાડે છે. નવાઈની વાત એ છે કે દિલ્હીના કરિયાણાના બજાર ગડોરીયા અને ખારીબાવલી માર્કેટમાં લુણાવાડાના આંબોળિયા(Dry mango) રાજધાની, ડબલ ગોલ્ડન, સિંગલ ગોલ્ડન બ્રાન્ડના બોર્ડ લાગે છે. આમ મહીસાગર જિલ્લાના કેરીના આંબોળીયા દેશભરમાં વખણાય છે.તેમ ઇબ્રાહિમ સુરતીની પેઢીના ઇકબાલ ભાઈ સુરતીએ જણાવ્યું હતું.

bd7b1834 8687 42ca 8867 da7f2659051a

આંબોળિયાના વ્યવસાય સાથે જોડાયેલા ગોધર(પ)ના ખેડૂત સાલમભાઇ બારીયા જણાવે છે કે આ વ્યવસાય અમારા બાપ દાદા વખતથી અમે કરીએ છીએ. ગ્રામ્ય વિસ્તારોમાંથી કાચી કેરીની ખરીદી કરી અમે આંબોળિયા બનાવીએ છીએ આ સિઝન એક માસ ચાલે છે. જેમા સફેદ અને લાલ રંગના આંબોળિયા(Dry mango) બને છે. આ સાલ ભાવ પણ સારો મળ્યો છે. આમ આ આંબોળિયાના વ્યવસાય થકી ખેતી સાથે પુરક રોજગારીનું સર્જન અમે કરીએ છીએ.


જિલ્લામાં કાચી કેરીમાંથી આંબોળિયા(Dry mango) બનાવવામાં મુખ્યત્વે નાના ખેડૂતો દ્વારા ગામે ગામે આ વ્યવસાયને કરવામાં આવે છે. મુખ્યત્વે આંબોળિયાનો વહેપાર પહાડીયા, સરાડીયા, ગોધર, આંજણવા, ગંધારી સહિતના અનેક ગામોમાં કેરીને કાપીને તેની ચીરી કરી તેને સૂકવી બનાવાય છે. આંબોળિયા બનાવવા એક વિશેષ કળા છે. કેરીમાંથી સફેદ આંબોળિયા,અને લાલ આંબોળિયા બને છે. તે કેરી ઉપર આધાર રાખે છે. નાના ખેડૂતો અને ગ્રામજનોને તેમાંથી પુરક રોજી રોટી મળે છે.

જિલ્લો ખેતી આધારીત હોઇ લસણ,આદું, અને આંબોળિયા જેવા રોકડીયા પાકનો વહેપાર ગૃહ ઉદ્યોગ સમાન છે તેથી જ આ જિલ્લામાં ગૃહ ઉધોગ માટે ઉજળી તકો રહેલી છે આંબોળિયા નાના ખેડૂતો ઘરમાં બનાવે છે અને તેને ઘર ઉપર સુકવે છે. જેમ તેનો રંગ સફેદ હોય તેમ ભાવ વધારે આવે છે અંદાજીત એક કિલો આંબોળિયાનો ભાવ રૂપિયા ૧૦૦ થી ૧૭૦ જેટલો હોય છે.રસમધુર આંબોળિયા(Dry mango) એ જિલ્લાનો પરંપરાગત જળવાયેલો મહેનતકશ ખેડૂતોને પૂરક આજીવિકા પૂરો પાડતો વ્યવસાય છે.

આ પણ વાંચો….

ગુજરાત સરકાર એક્શનમોડમાં, કોરોનાની ત્રીજી વેવ(Covid third wave plan) તકલીફો ના થાય તે માટેનો પ્લાન રજુ કર્યો- વાંચો સંપૂર્ણ માહિતી