83462672

કરીના કપૂર ખાન સામે સોશિયલ મીડિયા યુઝર્સ ચલાવી રહ્યા છે બોયકોટ(Boycottkareenakhan) અભિયાન- વાંચો શું છે કારણ?

બોલિવુડ ડેસ્ક, 14 જૂનઃBoycottkareenakhan: તાજેતરમાં જ જાણવા મળ્યુ છે કે, દિગ્દર્શક અલોકિક દેસાઇની ફિલ્મ સીતાના લીડ રોલ માટે અભિનેત્રી કરીના કપૂર ખાનનો સંપર્ક કરવામાં આવ્યો છે. વાત ત્યાં સુધીની હતી કે, કરીનાએ આ પાત્ર માટે રૂપિયા ૧૨ કરોડનું મહેનતાણું માંગ્યું છે.

જોકે આ વાતની કોઇ સત્તાવાર પુષ્ટિ થઇ નથી. પરંતુ સોશિયલ મીડિયા પર કરીના(Boycottkareenakhan) સીતાની ભૂમિકા ભજવે એનો વિરોધ કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયાના યુઝર્સોને કરીના માતા સીતાની ભૂમિકા ભજવે તો હિંદુ ધર્મ તેમજ માતા સીતાનું અપમાન માની રહ્યા છે. સોશિયલ મીડિયા પર કરીનાનો બોયકોટ(Boycottkareenakhan) ટ્રેન્ડ ચાલી રહ્યો છે.  એક યુઝરે કરીનાને સુરપંખાનો રોલ કરવાનું સજેસ્ટ કરતો ફોટો બનાવીને અપલોડ કર્યો.

એક યુઝર્સે તો કરીનાના બોયકોટ ટ્રેન્ડ(Boycottkareenakhan)ની માંગણી કરતા લખ્યું છે કે, અમારી લાગણીથી રમત નહીં રમો. રિયાએ સુશાંતને મારી નાખ્યો હતો. કરીનાનો બોયકોટ કરો. તો વળી અન્ય યુઝર્સે લખ્યું છે કે, તૈમૂર ખાનની અમ્મી માતા સીતાની ભૂમિકા ન ભજવી શકે.

Boycottkareenakhan

તો વળી અન્ય એકે પોતાનો રોષ ઠાલવતા લખ્યું છે કે, માતા સીતાના પાત્ર માટે અમને ફક્ત હિંદુ અભિનેત્રી જોઇએ છીએ. અમે કરીનાને માતા સીતાના રોલમાં કદી મંજૂર નહીં કરીએ.

તો વળી એકે તો લખ્યું છે કે, હું શરત મારીને કહું છું કે, કરીનાએ રામાયણ કદી પુરુ વાંચ્યું નહીં હોય. અને તે માતા સીતાનો રોલ કરવા ઇચ્છે છે. આ બાબતે બધા મળીને બોલીવૂડનો વિરોધ કરીએ.(Boycottkareenakhan) 

આ પણ વાંચો…

ઓલરાઉન્ડર શાકિબ અલ હસન(Shakib Al Hasan)ને મેદાન પર ગુસ્સો દેખાડવો પડ્યો ભારે, બોર્ડે હાથ ધરી મોટી કાર્યવાહી- વાંચો શું છે મામલો?