South Africa announces squad for T 20 series

South Africa announces squad for T-20 series: ભારત વિરુદ્ધ T-20 સીરીઝ માટે દક્ષિણ આફ્રિકાએ જાહેર કરી ટીમ, આ ખેલાડીની થઇ વાપસી

South Africa announces squad for T-20 series: યુવા બેટ્સમેન ટ્રિસ્ટન સ્ટબ્સને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સ્ટબ્સે પણ આ સિઝનમાં IPLમાં ડેબ્યૂ કર્યું હતું.

સ્પોર્ટ્સ ડેસ્ક, 17 મે: South Africa announces squad for T-20 series: ભારત પ્રવાસ માટે દક્ષિણ આફ્રિકાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. તોફાની બોલર એનરિક નોર્ટજેની ટીમમાં વાપસી થઈ છે. ઈજાના કારણે તે છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ આફ્રિકાની ટીમમાંથી બહાર હતો. આ સાથે જ યુવા બેટ્સમેન ટ્રિસ્ટન સ્ટબ્સને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સ્ટબ્સે પણ આ સિઝનમાં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આઈપીએલ રમી રહ્યો છે. ‘બેબી એબી ડી વિલિયર્સ’ના નામથી પ્રખ્યાત ડેવાલ્ડ બ્રેવિસને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.

ક્રિકેટ સાઉથ આફ્રિકાએ તેની અખબારી યાદીમાં જણાવ્યું – 21 વર્ષીય જમણા હાથના મધ્યમ ક્રમના બેટ્સમેન સ્ટબ્સ ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) T20 ચેલેન્જમાં ગેબેટ્સ વોરિયર્સ તરફથી રમતી વખતે છેલ્લી સિઝનમાં પ્રભાવિત થયા હતા. તેણે સાત ઇનિંગ્સમાં 48.83ની એવરેજથી 293 રન બનાવ્યા. જેમાં 23 છગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન સ્ટબ્સનો સ્ટ્રાઈક રેટ 183.12 હતો. IPL માટે બોલાવાયા પહેલા તે ઝિમ્બાબ્વેમાં દક્ષિણ આફ્રિકાની ‘A’ ટીમનો પણ ભાગ હતો.

આ સિવાય નોર્ટજેની પણ ટીમમાં વાપસી થઈ છે. તે ડિસેમ્બર 2021માં ઈજાગ્રસ્ત થયો હતો અને હવે તે સારી બોલિંગ કરવામાં સક્ષમ છે. દિલ્હી તરફથી રમતી વખતે તેની ગતિ પણ પાછી આવી છે. આ સિવાય રીઝા હેન્ડ્રીક્સ અને હેનરિક ક્લાસેનને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Distribution of nutrition kit: ગુજરાત ભાજપ અધ્યક્ષ C.R.પાટીલે રાજકોટના કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કર્યું, રાજ્યમાં કુપોષણનો મોટો આંક

નોર્ટજેને બોલિંગ કરવા માટે મેડિકલ ક્લિયરન્સ મળી ગયું છે. અનુભવી ઓલરાઉન્ડર વેઈન પાર્નેલ પણ T20 ટીમમાં વાપસી કરી રહ્યો છે. તે 2017 પછી પ્રથમ વખત T20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે.

સીએસએના પસંદગીકારોના સંયોજક વિક્ટર મ્પિટસાંગે કહ્યું – આ દક્ષિણ આફ્રિકાની ટીમ છે, જેને અમે લાંબા સમયથી જોઈ નથી. આઈપીએલમાં ખેલાડીઓને જે અનુભવ મળ્યો છે તેનો અર્થ એ છે કે અમારી પાસે એક એવી ટીમ છે જે કોઈપણ પરિસ્થિતિમાં જીતવા માટે તૈયાર છે. તેને ભારતમાં રમવાનો અનુભવ પણ છે. ટ્રિસ્ટન સ્ટબ્સ એક મનોરંજક ખેલાડી છે અને અમે તેને ટેસ્ટ કરવા માંગીએ છીએ. અમે આ શ્રેણી માટે કેપ્ટન ટેમ્બા બાવુમા અને કોચ માર્ક બાઉચરને શુભેચ્છા પાઠવીએ છીએ.

ભારત સામેની પાંચ મેચની T-20 શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાની ટીમઃ ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, રીઝા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એડન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી એનગીડી, એનરિક નોર્ટજે, વેઈન પાર્નેલ, ડ્વેન પ્રેટોરી, ડેવિડ મિલર કાગીસો રબાડા, તબારીઝ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ, રુસી વેન ડેર ડ્યુસેન, માર્કો યાનસેન.

(સોર્સ: ન્યુજ રીચ)

આ પણ વાંચોઃ Sri Lanka’s new Prime Minister took a big decision: શ્રીલંકાના નવા વડાપ્રધાન રાષ્ટ્રીય એરલાઇન વેચશે, પગાર આપવા માટે નોટ છાપશે

Gujarati banner 01