Sri Lanka’s new Prime Minister took a big decision: શ્રીલંકાના નવા વડાપ્રધાન રાષ્ટ્રીય એરલાઇન વેચશે, પગાર આપવા માટે નોટ છાપશે

Sri Lanka’s new Prime Minister took a big decision: શ્રીલંકા આર્થિક સંકટનો સામનો કરી રહ્યુ છે, એક દિવસનો જ પેટ્રોલનો જથ્થો બચ્યો

નવી દિલ્હી, 17 મેઃ Sri Lanka’s new Prime Minister took a big decision: શ્રીલંકાની નવી સરકારે દેશમાં વધી રહેલા આર્થિક સંકટને ઓછુ કરવા માટે અને નુકસાન રોકવા માટે પોતાની રાષ્ટ્રીય એરલાઇનને વેચવાની યોજના બનાવી છે. અહી સુધી કે નવી સરકારે અધિકારીઓને પગાર ચુકવવા માટે પૈસા છાપવા માટે મજબૂર થવુ પડ્યુ છે.

શ્રીલંકાના નવા વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ રાષ્ટ્રના નામે એક ટીવી સંબોધનમાં કહ્યુ, હું શ્રીલંકન એરલાઇન્સના ખાનગીકરણનો પ્રસ્તાવ કરૂ છુ, જે વ્યાપક નુકસાન ઉઠાવી રહી છે. માર્ચ 2021માં ખતમ થયેલા નાણાકીય વર્ષમાં શ્રીલંકાની એરલાઇન 45 બિલિયન રૂપિયા ($124 મિલિયન) નુકસાનમાં હતી. ભલે આપણે શ્રીલંકન એરલાઇનનું ખાનગીકરણ કરીએ, આ એક નુકસાન છે જેને આપણે સહન કરવુ પડશે.

વિક્રમસિંઘેએ કહ્યુ, એવુ ના થવુ જોઇએ કે આ નુકસાન સૌથી ગરીબથી ગરીબ વ્યક્તિએ ઉઠાવવુ પડે, જેમણે વિમાનમાં પગ પણ મુક્યો નથી. મહત્વપૂર્ણ છે કે શ્રીલંકા આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે અને વિદેશી દેવાના કેસમાં દેશ ડિફોલ્ટર થવામાં કેટલાક દિવસ જ દૂર છે.

આ પણ વાંચોઃ Gujarat ats arrests 4 wanted of 1993 mumbai blast: ગુજરાત ATSએ 1993 મુંબઈ બ્લાસ્ટના દાઉદ ગેંગના 4 વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી

વિક્રમસિંઘેને પીએમની ખુરશી પર બેઠે એક અઠવાડિયા કરતા પણ ઓછો સમય થયો છે, તેમણે કહ્યુ કે તેમણે પગારની ચુકવણી કરવા માટે પૈસા છાપવા માટે મજબૂર થવુ પડી રહ્યુ છે જેનાથી દેશની મુદ્રા પર દબાણ પડશે.

એક દિવસનો પેટ્રોલ સ્ટોક બચ્યો છે

વિક્રમસિંઘેએ કહ્યુ કે દેશમાં ગેસોલીનનો માત્ર એક દિવસનો ભંડાર છે અને સરકાર કાચા તેલ અને ભઠ્ઠીના તેલના ત્રણ જહાજોની ચુકવણી માટે ખુલ્લા બજારમાં ડોલર ભેગા કરવાનો પ્રયાસ કરી રહી છે જેથી કાચા તેલ અને કેરોસિન તેલના ત્રણ જહાજની કિંમત ચુકવી શકાય.

(સોર્સ: ન્યુજ રીચ)

આ પણ વાંચોઃ Shailesh lodha to quit TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના વધુ એક મહત્વના કલાકાર શો છોડશે- વાંચો વિગત

Gujarati banner 01