Distribution of nutrition kit

Distribution of nutrition kit: ગુજરાત ભાજપ અધ્યક્ષ C.R.પાટીલે રાજકોટના કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કર્યું, રાજ્યમાં કુપોષણનો મોટો આંક

Distribution of nutrition kit: ગુજરાતમાં કુપોષણ અભિયાન ચાલી રહ્યું છે મારી દરેક કાર્યકર્તાને વિનંતી છે કે તમે દત્તક લીધેલા કુપોષણના બાળકોને સુપોષિત કરો

રાજકોટ, 17 મેઃ Distribution of nutrition kit : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સુપોષણ અભિયાન ચાલે છે તે અંતર્ગત રાજકોટ શહેર ખાતે આજ રોજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા રાજકોટના કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કર્યું હતું. ગુજરાતમાં 13 લાખ બાળકો કુપોષિત છે જેમને શુપોષિત કરવામાં આવી રહ્યા છે.

ગુજરાત પ્રદેશે પણ નક્કી કર્યું કે, સરકારની સાથે ખભે થી ખભો મિલાવીને ગુજરાતની અંદર 13 લાખ બાળકોને કુપોષણમાથી મુક્ત કરી અને સુપોષિત બનાવીશું. ભાજપના કાર્યકર્તાનું સન્માન એ આપણું સ્વાભિમાન છે તેવું અગાઉ મુખ્યમંત્રીએ કહ્યું છે ત્યારે આ દિશામાં કામગિરી કરવામાં આવી રહી છે.  સી.આર.પાટીલ એ ફરી કુપોષણ અભિયાન અંતર્ગત વાત કરતાં જણાવ્યુ કે, ગુજરાતમાં કુપોષણ અભિયાન ચાલી રહ્યું છે મારી દરેક કાર્યકર્તાને વિનંતી છે કે તમે દત્તક લીધેલા કુપોષણના બાળકોને સુપોષિત કરો. 

આ પણ વાંચોઃ Sri Lanka’s new Prime Minister took a big decision: શ્રીલંકાના નવા વડાપ્રધાન રાષ્ટ્રીય એરલાઇન વેચશે, પગાર આપવા માટે નોટ છાપશે                                                                                                  

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષશ્રી ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ યુવા મોરચાના  પ્રમુખ ડો. પ્રશાંત કોરાટ, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યઓ  ગોવિંદભાઈ પટેલ, જયેશભાઈ રાદડિયા,  લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મનસુખભાઈ ખાચરીયા, મેયર ડો. પ્રદીપ ડવ, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(સોર્સ: ન્યુજ રીચ)

આ પણ વાંચોઃ Gujarat ats arrests 4 wanted of 1993 mumbai blast: ગુજરાત ATSએ 1993 મુંબઈ બ્લાસ્ટના દાઉદ ગેંગના 4 વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી

Gujarati banner 01