AMC logo

Property case issue: અમદાવાદમાં કુખ્યાત કાલુ ગરદનની મિલકત પર AMCનું બુલડોઝર ફરી વળ્યું

Property case issue: અમદાવાદના જુહાપુરાના કુખ્યાત ડોનના ગેરકાયદેસર બાંધકામ પર AMCએ બુલડોઝર ચલાવી નાખ્યું 

અમદાવાદ, 17 મેઃ Property case issue: અમદાવાદ શહેરના કુખ્યાત ડોન કાલુ ગરદનની સામે AMC દ્વારા કડક કાર્યવાહી કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કાલુ ગરદનના ગેરકાયદેસર દબાણ પર આજે બુલડોઝર ચલાવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે AMCના અધિકારી દ્વારા ટીપી 85 પર આવેલી 3 દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2 બુલડોઝરથી કાર્યવાહી હાથ ધરી છે.

અમદવાદ મ્યુનિ. ની ગેરકાયદેસર દબાણો પર કાર્યવાહી 

અમદાવાદ ફરી એક વખત ગેરકાયદેસર દબાણો પર શખ્ત કાર્યવાહી કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આજે જુહાપુરામાં ખુબ જ કુખ્યાત ડોન કાલુ ગરદન તરીકે ઓળખાતા વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને તેમના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું. અમદવાદ કોર્પોરેશન દ્વાર આ કાર્યવાહી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ South Africa announces squad for T-20 series: ભારત વિરુદ્ધ T-20 સીરીઝ માટે દક્ષિણ આફ્રિકાએ જાહેર કરી ટીમ, આ ખેલાડીની થઇ વાપસી

કોર્પોરેશનની જમીન પર ગેરકાયદેસર ઝુંપડપટ્ટી 

અમદાવાદ કોર્પોરેશનના ખુલ્લા પ્લોટમાં કેટલીક જગ્યાએ ઝુપડપટ્ટીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે અને કોર્પોરેશન દ્વારા આ ઝુપડપટ્ટીને દૂર કરીને ગેરકાયદેસર રીતે દબાણ દૂર કરીને સરકારી જમીન મુક્ત કરી હતી. હજુ પણ અમદાવાદ શહેરમાં ઘણી એવી જગ્યા છે જ્યાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરીને ઝુપડપટ્ટી બાંધવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા જલ્દી જ તેના પર કાર્યવાહી કરવામાં આવી શકે તેમ છે. 

(સોર્સ: ન્યુજ રીચ)

આ પણ વાંચોઃ Distribution of nutrition kit: ગુજરાત ભાજપ અધ્યક્ષ C.R.પાટીલે રાજકોટના કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કર્યું, રાજ્યમાં કુપોષણનો મોટો આંક

Gujarati banner 01