UIDAI Recruitment

UIDAI Recruitment: આધાર કાર્ડ આપતી એજન્સી UIDAIમાં નોકરી કરવાની સુવર્ણ તક- વાંચો વિગત

UIDAI Recruitment: UIDAIમાં નોકરી કરવા માગતા ઉમેદવારોએ સંબંધિત ક્ષેત્રિય કાર્યાલય ADGને અરજી મોકલી શકે છે. અપ્લાઈ કરવા માટે UIDAIની સત્તાવાર વેબસાઈટ www.uidai.gov.in પર વિજીટ કરી શકે છે

નવી દિલ્હી, 15 ઓક્ટોબરઃ UIDAI Recruitment: સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે શાનદાર અવસર આવ્યો છે. ભારતના નાગરિકોની ઓળખાણ એટલે તેમનું આધાર કાર્ડ ઈશ્યૂ કરનારી એજન્સી, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં કેટલાય પદો પર અરજી મગાવામાં આવી રહી છે. UIDAIમાં નોકરી કરવા માગતા ઉમેદવારોએ સંબંધિત ક્ષેત્રિય કાર્યાલય ADGને અરજી મોકલી શકે છે. અપ્લાઈ કરવા માટે UIDAIની સત્તાવાર વેબસાઈટ www.uidai.gov.in પર વિજીટ કરી શકે છે

UIDAIએ એક ટ્વીટ પોસ્ટમાં લખ્યુ હતું કે, UIDAI પોતાની ટીમ મજબૂત કરવા માટે ઉત્સાહી કર્મચારીઓ શોધી રહ્યુ છે. મહેરબાની કરીને અરજી કરતા પહેલા ભરતી વિવરણ ધ્યાનથી વાંચી લેશો. અપ્લાઈ કરતા પહેલા નીચે આપેલી જાણકારી જરૂરથી વાંચશો.

આ પણ વાંચોઃ T-20 Worldcup: યુએઈ જવા માટે રવાના થઈ પાકિસ્તાની ટીમ, ફેન્સે કહ્યું -ભારત સામે મેચ હારી તો થશે..- વાંચો વિગત

આ પદો પર ખાલી છે વેકેન્સી

  • ચંડીગઢના ક્ષેત્રિય કાર્યાલયમાં ખાનગી સચિવના 3 પદ માટે જગ્યા ભરવાની છે.
  • દિલ્હીના ક્ષેત્રિય કાર્યાલયમાં ડેપ્યુટી ડિરેક્ટર, વિભાગીય અધિકારી, એકાઉન્ટંટ, સચિવના એક એક પદ પર ભરતી થવાની છે.
  • મુંબઈના ક્ષેત્રિય કાર્યાલયમાં ડેપ્યુટી ડિરેક્ટર માટે 1 પદની વેકેન્સી છે.
  • હૈદરાબાદના ક્ષેત્રિય કાર્યાલયમાં સચિવ માટે બે પદ ખાલી છે.
  • લખનઉના ક્ષેત્રિય કાર્યાલયમાં વિભાગીય અધિકારીના બે પદ ખાલી છે અને સચિવના પદ પર 1 જગ્યા ખાલી છે.
  • રાંચિના ક્ષેત્રિય કાર્યાલયમાં ડેપ્યુટી ડિરેક્ટરના 1 પદ માટે સહાયક એકાઉન્ટંટ અધિકારીની એક જગ્યા ખાલી છે.

યુઆઈડીએઆઈએ પોતાના 6 ક્ષેત્રિય કાર્યાલયો માટે ભરતી નિકાળી છે. તેમાંથી ચંડીગઢ, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, લખનઉ અને રાંચિમાં આ ભરતી થવાની છે.

આ પણ વાંચોઃ Corona on the Film set:ફિલ્મ ઓ માય ગોડ ટુના સેટ પર કોરોનાનો હાહાકાર, તાત્કાલિક શુટિંગ રોકી દેવામાં આવ્યું!

Whatsapp Join Banner Guj