भारत में रिकवरी रेट 83 प्रतिशत के पार पहुंचा

भारत में रिकवरी रेट 83 प्रतिशत के पार पहुंचा रिकवरी के मामले सक्रिय मामलों से 41.5 लाख अधिक हुआ 29 SEP 2020 by PIB Delhi भारत में ठीक होने वाले … Read More

તબીબી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ પ્રેકટીકલ જ્ઞાનની સાથે શીખી રહ્યાં છે સેવાના પાઠ

અગર તમે કોઈ એક વ્યક્તિનું પણ જીવન બચાવશો તો તમનેએક તબીબ તરીકેનું જીવન જીવી ગયાનો આત્મસંતોષ જરૂર મળશે રાજકોટ સીવીલ હોસ્પિટલના કોવીડ વોર્ડમાં સ્વયંસેવક તરીકે ફરજ બજાવતાં તબીબી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ પ્રેકટીકલ જ્ઞાનની સાથે શીખી રહ્યાં છે સેવાના પાઠ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૨૯સપ્ટેમ્બર:તબીબી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપમાં એક મેસેજ આવે છે કે, “કોરોનાના કપરા સમયમાં લોકોને આ મહામારીમાંથી બહાર લાવવા અને તેમની સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં વોલેન્ટિયર તરીકે કામ કરી શકે તેવા મેડિકલના ત્રીજા વર્ષના તથા અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની જરૂર છે, જે વિદ્યાર્થીઓ સેવા આપવા તૈયાર હોય તેમને તુરત જ સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવા વિનંતી છે.” આ મેસેજ વાંચીને તરત જ કેટલાક વિદ્યાર્થીઓ તૈયાર થાય છે, અને કોવિડ હોસ્પિટલ પહોંચી લોકોની સેવામાં લાગી જાય છે. આ દ્રશ્ય આપણને કોઈ કાલ્પનિક ફિલ્મ જેવું લાગે. પરંતુ વાસ્તવમાં ફિલ્મ જેવી જ ઘટના રાજકોટમાં આકાર પામી છે. કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓની દેખભાળ રાખવાની સાથે તેમને માનસિક સધિયારો પૂરો પાડવાનું અગત્યનું કાર્ય પણ સિવિલ  હોસ્પિટલના આરોગ્ય કર્મીઓ કાર્ય કરી રહ્યા છે. પરંતુ દર્દીઓની સંખ્યાને ધ્યાને લઇ તેમની સારવાર માટે આરોગ્ય કર્મીઓની વધુ જરૂરિયાત જણાતાં તબીબી વિદ્યાશાખાના  ત્રીજા અને  અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને વોલેન્ટિયર તરીકે સેવા આપવા આહવાન કરવામાં આવ્યું હતું, જેનો તબીબી શાખાના વિદ્યાર્થીઓએ હકારાત્મક પ્રત્યુત્તર આપી રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં પોતાની સેવારૂપી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. રાજસ્થાનના અજમેર જિલ્લાના બિયાવરના વતની અને મેડિકલના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહેલા જયંત દેવાણી કહે છે કે, હું લોકડાઉનના ત્રણ મહિના મારા વતન ગયો હતો. તેવા સમયે અમારા વોટ્સએપ ગ્રુપમાં કોવિડ હોસ્પિટલમાં વોલેન્ટિયર તરીકે સેવા આપવા માટેના આવેલા મેસેજને વાંચી હું તુરંત જ સ્વયંસેવક તરીકે જોડાવા તૈયાર થઈ ગયો. આ માટે ઘરમાં વાત કરી. ઘરના લોકોએ ડરના કારણે પહેલા તો મને જવાની ના પાડી.  પરંતુ  મેં  તેમને સમજાવ્યા  કે,  આવા સમયમાં જ અમારી સેવાની સાચી જરૂર હોય છે. પરિવારજનો મારી વાત સાથે સહમત થયાં અને આજે હું સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફરજ બજાવી રહ્યો છું. મને શરૂઆતમા અહીં આવતા થોડો ડર લાગ્યો, એમ જણાવતાં જયંત કહે છે કે, અમે અહીં દર્દીને જોતા, તેમને મદદ કરતા, ધીમે ધીમે અહીંનો ડર જતો રહ્યો અને દર્દીઓને માનસિક સધિયારો આપી એમની સારવારમાં મદદરૂપ બની તેમનું જીવન બચાવવાના કાર્ય થકી હવે મને અજબ આંતરિક શાંતિ મળી રહી છે. આ હોસ્પિટલના કોવીડ વોર્ડમાં ફરજ બજાવતાં મેડિકલના ચોથા વર્ષના વિદ્યાર્થીની નેન્સી ગણાત્રા કહે છે કે, જે દિવસે મારા મેડીકલના ૪ વર્ષ પૂર્ણ થયા, તે જ દિવસથી મેં કોવીડની ડ્યુટી શરૂ કરી હતી. તેના કારણે મારા જીવનમાં એક નવો જ વળાંક આવ્યો છે. મેં જેટલું ૪ વર્ષમાં નથી શીખ્યું તેટલું આ ૮ દિવસોમાં હું શીખી છું. ઈન્ટર્નશિપ માટે જે બાબતો જરૂરી છે, તેનું મને જ્ઞાન હતું, પરંતુ અહીં આવીને મેં બાયપેપ, એન.આર.બી.એમ. અને વેન્ટિલેટરને માત્ર જોયું જ નહીં, પરંતુ તેનું પ્રત્યક્ષ જ્ઞાન પણ મેળવ્યું છે અને તેના કારણે અત્યારે હું મારું કામ વધુ સારી રીતે કરી શકું છું. મેં કદી વિચાર્યું પણ નહોતું કે આવા મહામારીના સમયમાં મારી આઈ.સી.યુ.માં ડ્યુટી આવશે. પરંતુ આ મહામારીનો સમય છે, આ સમયમાં આપણે આપણા વ્યવસાયનું કાર્ય નહીં કરીએ તો કોણ કરશે ? તેમ જણાવતાં નેન્સી તેમની સાથેના તબીબી શાખાના અન્ય વિદ્યાર્થીઓને અનુરોધ કરતાં કહે છે કે, આ મહામારીથી ડરીને આપણે ઘરે જ બેઠા રહેશું તો દર્દીઓની  સંભાળ  કોણ  લેશે ? અને આજે નહીં તો કાલે, આપણે આ બધું શીખવાનું જ છે ને! તો શું કામ આપણે આજે જ આગળ આવી દર્દીઓને મદદ ન કરીએ ! loading…  કોવિડ વોર્ડમાં છેલ્લા ૨૦ દિવસથી સ્વયંસેવક તરીકે કામ કરતાં મેડીકલના ત્રીજા વર્ષના વિદ્યાર્થીની આસ્થા ગોહિલ કહે છે કે, મને અહીં મારી ફરજ દરમિયાન દર્દી નારાયણની સેવા કરવાનો અને અમારા સીનિયર્સને મદદરૂપ બનવાનો બેવડો લાભ મળી રહયો છે. મારી આ ફરજ દરમિયાન મને ઘણું બધું શીખવા મળ્યું છે. … Read More

દર્દી અને પરિજનો વચ્ચે સેતુરૂપ બનતું “હેલ્પ ડેસ્ક”

સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે આવેલી કોવીડ કેર હોસ્પિટલમાં ૨૪ કલાક કાર્યરત ‘હેલ્પ ડેસ્ક’ અને વિશ્રામ ડોમ દર્દી તથા પરિવારજનો માટે બન્યા આશીર્વાદરૂપ અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ,૨૭ સપ્ટેમ્બર: ગુજરાત સરકારે કોરોનાના દર્દીઓ ઉપરાંત તેમના … Read More

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાગ્રસ્ત થયેલા ડો.શીતલ મિસ્ત્રીના ખબર અંતર પૂછ્યા

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના મેનેજમેન્ટ માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં છેલ્લા છ મહિનાથી સતત કાર્યરત રહેલા અને કોરોનાગ્રસ્ત થયેલા ડો.શીતલ મિસ્ત્રીના ખબર અંતર પૂછ્યા જલ્દી સાજા થવાની શુભકામનાઓ આપવાની સાથે ફરીથી … Read More

કોરોનાથી ડર્યા વિના આપણે તેનો સામનો કરીએ ગેબનશાહ પીર દરગાહના પ્રમુખ યુસફભાઈ દલનો પ્રેરક સંદેશ

અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૨૫સપ્ટેમ્બર:કોરોના વાયરસના સંક્રમણથી ડર્યા વિના તેનો સામનો કરવાનો પ્રેરક સંદેશ આપતાં રાજકોટની ગેબનશાહ પીર દરગાહના પ્રમુખશ્રી યુસુફભાઈ દલ કહે છે કે, કોરોના કોઈ એવી બીમારી નથી કે તેની સામે લડી ન શકાય. આ માટે સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે. તે મુજબ આપણે કામ સિવાય ઘરની બહાર નીકળવું ન જોઈએ, જો બહાર જવું જ પડે તેમ હોય તો આપણાં મોઢે માસ્ક અવશ્ય બાંધીએ, જો શરદી – ઉધરસ કે તાવ જેવા લક્ષણો જણાય તો તુરંત જ કોરોના ટેસ્ટ કરાવીએ. સમગ્ર વિશ્વમાં ફેલાયેલી આ મહામારી સામે આપણે સૌએ જરૂરી તકેદારી રાખીને લડવાનું છે. મને વિશ્વાસ છે કે, આપણે બહુ જલદી આ મહામારી સામે જીતી જઈશુ, અને ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’

રાજકોટ એરપોર્ટ ખાતે પ્રવાસીઓના કોરોના સ્ક્રિનિંગ અને માલ સામાનના સેનેટાઇઝેશનની અવિરત કામગીરી

રાજકોટ જિલ્લામાં કોરોનાના નિયંત્રણ માટે જિલ્લા વહીવટી તંત્રની કામગીરી મિશન મોડમાં રાજકોટ એરપોર્ટ ખાતે આવતા જતા પ્રવાસીઓના  કોરોના સ્ક્રિનિંગ અને માલ સામાનના સેનેટાઇઝેશનની અવિરત કામગીરી:યાાત્રિકોએ આપ્યા હકારાત્મક પ્રતિભાવ અહેવાલ: નરેશ મહેતા, … Read More

આરોગ્યકર્મીઓનો હૃદયપૂર્વક આભાર માનતા કોરોનાને હંફાવનારા દર્દી કિશોરભાઈ સંચાણીયા

સિવિલ હોસ્પિટલના તમામ આરોગ્યકર્મીઓનો હૃદયપૂર્વક આભાર માનતા કોરોનાને હંફાવનારા દર્દી કિશોરભાઈ સંચાણીયા કિશોરભાઈ ડૉક્ટર્સનો જુસ્સો બુલંદ કરવા પીપીઈ કીટ પહેરી આભાર દર્શનનું પોસ્ટર લઇ રાજકોટના વિસ્તારોમાં ફરશે એકવાર પીપીઈ કીટ … Read More

ભવાઈ દ્વારા કોરોનાથી બચાવના પગલાંઓ અંગે મનોરંજન સાથે જ્ઞાન આપવાનો સ્તુત્ય પ્રયાસ

જિલ્લામાં કોરોના અટકાયત માટે “કોવિડ-૧૯ વિજય રથ” દ્વારા યોજાશે જનજાગૃતિ કાર્યક્રમો ભવાઈ દ્વારા કોરોનાથી બચાવના પગલાંઓ અંગે મનોરંજન સાથે જ્ઞાન આપવાનો સ્તુત્ય પ્રયાસ વિજયરથ રાજ્યના ૩૩ જિલ્લાઓના ૯૦ તાલુકામાં અંદાજે … Read More

ટ્યુશન ક્લાસિસ શરૂ કરનારા સંચાલકો સામે કડક કાર્યવાહી થશે: મ્યુ.કમિશનર બંછાનિધિ પાની

રજાના દિવસોમાં સુરતવાસીઓ કામ વગર બહાર ન નીકળે કોરોના સંક્રમણને રોકવા કોવિડ-૧૯ ગાઇડલાઇનના અમલ સાથે શહેરીજનોનો સહયોગ જરૂરી -મ્યુ.કમિશનર બંછાનિધિ પાની ટ્યુશન ક્લાસિસ શરૂ કરનારા સંચાલકો સામે કડક કાર્યવાહી થશે … Read More

મંગળવારથી ઘેર ઘેર ફરીને આરોગ્ય સર્વેક્ષણનો આઠમો દોર ચાલુ થશે

મંગળવારથી વડોદરા શહેરમાં નવા અભિગમ સાથે ઘેર ઘેર ફરીને આરોગ્ય સર્વેક્ષણનો આઠમો દોર ચાલુ થશે: પોઝિટિવિટી વધુ છે એવી ૪૦ ટકા શહેરી વસ્તીને સઘન રીતે આવરી લેવાશે ઘેર રહીને સારવાર … Read More