Airport Rajkot 6

રાજકોટ એરપોર્ટ ખાતે પ્રવાસીઓના કોરોના સ્ક્રિનિંગ અને માલ સામાનના સેનેટાઇઝેશનની અવિરત કામગીરી

  • રાજકોટ જિલ્લામાં કોરોનાના નિયંત્રણ માટે જિલ્લા વહીવટી તંત્રની કામગીરી મિશન મોડમાં
  • રાજકોટ એરપોર્ટ ખાતે આવતા જતા પ્રવાસીઓના  કોરોના સ્ક્રિનિંગ અને માલ સામાનના સેનેટાઇઝેશનની અવિરત કામગીરી:યાાત્રિકોએ આપ્યા હકારાત્મક પ્રતિભાવ

અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ

રાજકોટ,૨૪ સપ્ટેમ્બર: રાજકોટ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગના અને સંબંધિત વિભાગના કર્મચારીઓ દ્વારા સ્થાનિક લોકોમાં બહારથી આવતા લોકો દ્વારા સંક્રમણ ન ફેલાય તે માટે એસ.ટી. તેમજ હવાઈ માર્ગે આવતા યાત્રિકોનું કોરોના સંબંધિત સ્ક્રીનીંગ અને સેનેટાઇઝેશનને લગતી કામગીરી દિવસ-રાત કરવામાં આવી રહી છે. 

રાજકોટના એરપોર્ટ ખાતે ફલાઇટમાંથી આવતા યાત્રિકોનું સિક્યુરીટી સ્ટાફ તેમજ આરોગ્ય વિભાગ,એરપોર્ટના કર્મચારીઓ દ્વારા કોરોનાના રોગચાળાને કાબૂમાં રાખવા માટે જરૂરી સોશિયલ ડિસ્ટન્સિગ, ટેમ્પરેચર સ્ક્રિનિંગ અને માલ સામાનનુ સેનીટાઇઝડ કરવામાં આવે છે.

મુંબઈથી આવેલા પ્રવાસી શ્રી રોહિતભાઈ શર્માએ જણાવ્યું હતું કે મુંબઇ ખાતે પણ જરૂરી તપાસ કરી પુનઃ ઉતરવાના સ્થળે કોરોના અંગે નિદાન અને જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે જેથી કોરોના સંક્રમણ ઘટાડવાનો સરકારનો આ પ્રયાસ યોગ્ય છે.

loading…

મુંબઈના અર્નવ દાસગુપ્તા એ યાત્રિકોના મોબાઇલ અને સામાનને પણ વાયરસ જંતુમુક્ત કરવાની કામગીરીને સરાહનીય ગણાવી હતી. રાજકોટના કેયુર શાહે જણાવ્યું હતું કે ફ્લાઈટમાં કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે ખૂબ જ સાવચેતી રાખવામાં આવે છે. મુંબઈના અમનભાઈએ કહ્યું કે અહીં પ્રવાસીઓને ફેસ કવર અને માસ્ક પણ આપવામાં આવે છે. કર્ણાટકના અબ્દુલભાઈએ પણ રાજકોટ એરપોર્ટ ખાતે લેવાઈ રહેલી સાવધાની અને સાવચેતીના પગલા યોગ્ય ગણાવ્યા હતા. દિલ્હીના વીકી મિતલે અને મુંબઇના કૃણાલે જણાવ્યું હતું કે ફ્લાઈટમાં પણ પી.પી.ઈ. કીટની સુવિધા, સોશિયલ ડિસ્ટન્સ તેમજ સંક્રમણના નિયંત્રણ માટેના પગલા લેવામાં આવે છે.

Airport Rajkot 4

બીજા એક યાત્રિક સ્મિતાબેન શાહે  જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા કોરોનાને નિયંત્રણમાં રાખવા અને યાત્રિકોની અવર-જવર દરમિયાન કોરોના વધુ ન ફેલાય તે માટે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને સરકારી તંત્ર દ્વારા કરવામાં આવતી આ કામગીરીને આવકારીએ છીએ. મુંબઈના યોગેશભાઇએ જણાવ્યું હતું કે આરોગ્ય સેતુ એપ્લિકેશન, જરૂરી  સ્ક્રિનિંગ,  ફ્લાઈટમાં બેસતી  વખતે બે વ્યક્તિ વચ્ચે જગ્યા રહે તે રીતે વ્યવસ્થામાં જરૂરી સોશીયલ ડિસ્ટન્સ તેમજ આરોગ્યની તપાસ કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં કોરોનાના સંક્રમણને કાબુમાં રાખવા જિલ્લા તંત્ર દ્વારા મિશન મોડમાં કામગીરી કરવામાં આવી રહી છે.