ચાર વર્ષના બાળકથી દૂર રહી કોવિડ હોસ્પિટલ ખાતે નિષ્ઠાપૂર્વકની સેવા બજાવી રહી છે:નિતાબેન વૈષ્લાણી

આરોગ્યક્ષેત્રના આધારસ્તંભ સમાન રાજકોટ કોવિડ હોસ્પિટલના આરોગ્યકર્મીઓ અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ રાજકોટ, ૧૦ સપ્ટેમ્બર : કોરાના મહામારીના સંક્રમણકાળમાં સમગ્ર વિશ્વની સુખાકારી માટે આરોગ્ય ક્ષેત્રે કાર્યરત એવા  તબીબો, નર્સ અને પેરામેડીકલ સ્ટાફ એ ત્રણ આધારસ્તંભ સમાન છે. જે … Read More

દર્દીઓને વહેલાસર રોગમુકત કરી સ્વગૃહે મોકલવા એ જ માત્ર અમારૂ ધ્યેય”:કિશોરભાઇ હાસીયાણી

અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ રાજકોટ, ૧૦ સપ્ટેમ્બર : “હુ અને મારી સમગ્ર ટીમ સમર્પીત ભાવે દિવસ-રાત કોવિડ-૧૯ના દર્દીઓની સારવારમાં છીએ. અમારૂં એક માત્ર ધ્યેય તમામ દર્દીઓને કોરોનાથી મુકત કરી વહેલામાં વહેલી તકે … Read More

“લોકકલ્યાણ” અર્થે સરહાનીય કામગીરી કરતો કંટ્રોલ રૂમ

કોવીડ-૧૯ની સારવાર આપતી ખાનગી હોસ્પિટલના દર્દી પાસેથી વસુલાતા વધારાના ચાર્જની પ્રક્રિયાને કંટ્રોલ કરતું કંટ્રોલરૂમ ફરિયાદ કર્યાના માત્ર ૨૪ કલાકમાં દર્દીના પરિવારજનોનેરૂ. ૧ લાખ અને રૂ. ૫૦ હજારની માતબાર રકમ પરત કરાઈ અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૦૯સપ્ટેમ્બર:રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાની કપરી પરિસ્થિતિમાં દર્દીઓનું આર્થિક રીતે શોષણ ન થાય અને દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તેવા માનવીય અભિગમ સાથે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. જેના નોડલ … Read More

વિધીબેન શાહને સલામત પ્રસુતિ વડે માતૃત્વના ઓરતાને પૂર્ણ કરતી રાજકોટની કોવિડ હોસ્પિટલ

આઈ.વી.એફ. ટેકનોલોજીથી સગર્ભા કોરોના દર્દીની સફળ પ્રસુતિ બેન, તમારી તબિયત કેમ છે ? સારૂ છે. પણ મારા બાળકને કેમ છે ? ક્યાં છે ? ચિંતા ના કરો, એ અહીંયા જ છે. એકદમ તંદુરસ્ત છે અને ત્રણ કીલોનો છે આપનો … Read More

રાજકોટની કોવીડ ડેડીકેટેડ હોસ્પિટલમાં ફ્રન્ટ લાઈન વોરિયર્સ સફાઈ કર્મયોગીઓની કાબિલેદાદ ફરજનિષ્ઠા

સંકટના સમયે પોતાની અને પોતાના પરિવારની ચિંતા છોડી ગૌરવભેર ફરજ નિભાવવાનો  સફાઇ કર્મીઓને આનંદ રાજકોટ,૦૮સપ્ટેમ્બર:કોરોના વાયરસના સંકટમાં પ્રથમ હરોળના યોદ્ધાઓ એવા અને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરજ અદા કરતા એવા સફાઈ કર્મયોગીઓની કોરોના સામેનો જંગ જીતવામાં મહત્વની ભૂમિકા રહેલી છે, ત્યારે પોતાની અને પોતાના પરિવારની ચિંતા છોડીને આનંદ અને ગૌરવ સાથે કોવિડ કેર સેન્ટરમાં સફાઈ કર્મીઓ ફરજ નિભાવી રહ્યા છે. કોવિડ ડેડીકેટેડહોસ્પિટલમાં સાફ સફાઈની કામગીરીની દેખરેખ રાખવાની અને સફાઈના વ્યવસ્થાપનની જવાબદારી સંભાળી રહેલા  સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી સંજય રાજાણી કહે છે કે, તાલીમબદ્ધ સફાઈ કર્મીઓને જ કોવિડ વોર્ડમાં ફરજ સોંપવામાં આવે છે. કોવિડ વોર્ડનો કચરો અને બાયો મેડિકલ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ થાય તેની પુરતી તકેદારી લેવામાં આવે છે. સફાઈ કર્મીઓને ફરજ સોંપતા પહેલાં બાયોમેડીકલ વેસ્ટ, પીપીઈ કીટ કેમ પહેરવી, ડોફિંગ, ડોનિંગ વગેરેની નર્સિંગ સુપ્રીટેડન્ટ, એચ. આર. મેનેજર અને આઈ.સી.એન. દ્વારા તાલીમ આપવામાં આવે છે. ત્યાર બાદ કોવિડ વોર્ડમાં ફરજ સોંપવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં સરવન્ટ તરીકે ફરજ બજાવતા પાર્વતીબેન ખીમસૂરિયા કહે છે કે, અમે કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા હોય સ્વભાવિક રીતે પરિવારજનોને કોરોના વાયરસથી સંક્રમિત થવાનો ભય રહેતો હોય છે. પણ અહીંયા અમારી પૂરતી કાળજી અને પ્રિકોસન લેવામાં આવે છે. મારા ભાગે કોવિડ -૧૯થી સક્રમિતોને  જમાડવા અને અશકત કે ચાલી ના શકતા તેવા દર્દીઓને શૌચાલય લઈ જવાની સેવા,  ઉપરાંત કોવિડ વોર્ડની સાફ સફાઈની કચરા પોતાની કામગીરી કરવાની રહે છે, ત્યારે આ સંકટના સમયે આ કામગીરી કરવાનું  ગૌરવ અનુભવી રહી છું, તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા સફાઈ કર્મી ડાયાભાઈ સરવૈયા કહે છે કે, શૌચાલયની સાફ સફાઈ, કચરા પોતા અને સેમ્પલિંગ લઈ જવા સંબંધિ કામગીરી કરવાની રહેતી હોય છે. સાથે અમે પણ કોરોનો વાયરસના સંક્રમણથી સુરક્ષિત રહી શકે તે માટે ઘરમાં પણ સામાજિક અંતર જાળવવાની સાથે અન્ય પણ પ્રિકોસન લઈ રહ્યા છીએ. જેથી ખુદને અને પોતાના પરિવારને પણ સુરક્ષિત રાખી શકાય. રાજય સરકારના સંવેદનશીલ અભિગમ  અંતર્ગત  સફાઇના કર્મ થકી રાજકોટમાં કોરાના દર્દીઓની સેવા  થઇ રહી છે.

કોરોનાના દર્દીઓની સારવારની ઇશ્વરે મને તક આપી છે : – ડો. ઉર્વી દવે

કોરોના દર્દીઓની  આરોગ્યલક્ષી સારવાર સાથે માનસીક મનોસ્થિતિની જાળવણી અત્યંત કપરી કામગીરી બની રહે છે:ડો. ભરત ગોહેલે અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ રાજકોટ તા.૭ સપ્ટેમ્બર : “ઇશ્વરે મને સારા કાર્ય માટે તક આપી છે. ત્યારે પરિવારથી … Read More

રાજકોટ જિલ્લાને કોરોના મુકત કરવાનો પડકાર ઝીલતા ૧૧૦૦થી વધુ સેવાભાવી ખાનગી ડોકટરોની ટીમ

આયુષ વિભાગના નિયામકશ્રી ભાવનાબેન પટેલના હસ્તે તૈયાર કરેલ વિનામુલ્યે વિતરણ અમૃતપેય ઉકાળાઓ અને આર્સોનિક આલ્બમ-૩૦ના પેકેટો અપાયા  ૮ સપ્ટેમ્બર,રાજકોટ: કોરોના સામે સાવચેતી એજ સલામતી છે. આ બાબતને ધ્યાને લઇને આજરોજ … Read More

ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટમાં કોરોનાગ્રસ્ત મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સીનો પ્રારંભ

કોરોનાગ્રસ્ત શરીરના રિસર્ચ દ્વારા સારવારની પધ્ધતિમાં બદલાવ લાવી કોરોનાને હરાવવા વધુ સઘન પગલાં લેવાશે અહેવાલ:રાજ લક્કડ , રાજકોટ રાજકોટ, ૦૬ સપ્ટેમ્બર: કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોને ઉગારવા તથા સંક્રમણ અટકાવવા માટે સમગ્ર … Read More

રાજકોટની ડિસ્ટ્રિક્ટ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં વાઈડ કોમ્યુનિકેશન સિસ્ટમનું થયું ઇન્સ્ટોલેશન

કોવિડના દસ વોર્ડમાં ૪૦ મોબાઈલ, ૪૧ ડેટા ઓપરેટર, ૧૬ મોબાઈલ કાઉન્સિલર, સ્પેશિયલ સોફટવેર અને હોસ્પિટલ બહાર વિષયવસ્તુ મુજબ ચાર વિન્ડો શરૂ થઈ અમદાવાદની કારગત નીવડેલી સિસ્ટમના મોનિટરિંગ  માટે તબીબો અને ટેકનીશ્યોની સાત સભ્યોની ટીમ રાજકોટમાં અહેવાલ:નરેશ … Read More

સીવીલ હોસ્પિટલમાં દર્દીને સારવાર માંગણીથી નહીં લાગણીથી થાય છે: અમરીશભાઈ ત્રિવેદી

રાજકોટ,૦૬ સપ્ટેમ્બર : “અલ્ટ્રામોર્ડન પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનના દર્દીઓને જે સારવાર આપવામાં આવે તેનાથી પણ વધુ સારી સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અપાય છે, અહીં દર્દીઓને હૂંફ અને માનસિક સધિયારો તો આપવામાં આવે છે, સાથો સાથ … Read More