Russia Ukraine war Update

Big Breaking Ukraine: યુક્રેન પર હાઈપરસોનિક મિસાઈલથી હુમલો

Big Breaking Ukraine: રશિયા યુક્રેનમાં પણ પરમાણુ હુમલો કરી શકે છે. 2018માં રશિયન સૈન્યમાં સામેલ કરાયેલી આ મિસાઈલ પરમાણુ અને પરંપરાગત બંને હથિયાર લઈ જઈ શકે છે.

અમદાવાદ, 19 માર્ચ: Big Breaking Ukraine: 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલું રશિયા-યુક્રેન યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. યુદ્ધના 24માં દિવસે રશિયાએ યુક્રેન પર ‘કિન્ઝોલ’ હાઈપરસોનિક મિસાઈલ છોડવાનો દાવો કર્યો છે. 14 હજાર કિમીથી વધુ ઝડપવાળી મિસાઈલથી હથિયાર ડેપો નષ્ટ, આ યુદ્ધમાં પહેલીવાર આ મિસાઈલનો ઉપયોગ થયો રશિયાનું કહેવું છે કે તેણે આ મિસાઈલથી યુક્રેનના હથિયારોના ડેપોને નષ્ટ કરી દીધું છે. કિન્ઝોલએ રશિયન શબ્દ છે જેને ખંજર કહેવામાં આવે છે.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે હાઇપરસોનિક એરોબેલિસ્ટિક મિસાઇલો સાથે કિન્ઝોલ એવિએશન મિસાઇલ સિસ્ટમે ઇવાનો-ફ્રેકિવસ્ક ક્ષેત્રના ડેલ્યાટિન ગામમાં મિસાઇલો અને દારૂગોળો ધરાવતા વિશાળ ભૂગર્ભ વેરહાઉસનો નાશ કર્યો હતો.

રશિયા પરમાણુ હુમલો કરી શકે છે
આ દરમિયાન અમેરિકાએ ચેતવણી આપી છે કે (Big Breaking Ukraine) રશિયા યુક્રેનમાં પણ પરમાણુ હુમલો કરી શકે છે. 2018માં રશિયન સૈન્યમાં સામેલ કરાયેલી આ મિસાઈલ પરમાણુ અને પરંપરાગત બંને હથિયાર લઈ જઈ શકે છે.

Russia Ukraine War
file picture

પુતિને ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે વાત કરી
યુદ્ધની વચ્ચે આ મુદ્દાને ઉકેલવા માટે રાજદ્વારી માર્ગો પણ શોધવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં શુક્રવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન પુતિને યુક્રેન પર વોર ક્રાઈમનો આરોપ લગાવ્યો હતો. પુતિને કહ્યું કે રશિયા યુક્રેનમાં નાગરિકોને મોતના મુખમાંથી બચાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યું છે. આ માટે હ્યૂમેનિટેરિયન કોરિડોર બનાવવા જેવા પ્રયાસો પણ સામેલ છે.

શું છે કિન્ઝોલની વિશેષતા

Big Breaking Ukraine: વ્લાદિમીર પુતિન આ મિસાઈલને ‘આઈડીયલ વેપન’ કહે છે, કારણ કે 1,250 માઈલ એટલે કે 2000 કિમીની રેન્જ ધરાવતી આ મિસાઈલ પરમાણુ હથિયાર પણ છોડી શકે છે. આ મિસાઈલનું પ્રથમ વખત 2018માં પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

કિન્ઝોલ મિસાઈલ સાઉન્ડ કરતા 10 ગણી ઝડપે ચાલે છે અને 3 કિમી પ્રતિ સેકન્ડની ઝડપે હુમલો કરવામાં સક્ષમ છે. જેના કારણે તેની સામે અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ પણ નિષ્ફળ સાબિત થાય છે.

આ હાઈપ્સોનિક મિસાઈલમાં ફીટ કરાયેલા સેન્સર જમીનથી સમુદ્ર સુધી ચોક્કસ પ્રહાર કરવાની અજોડ શક્તિ પ્રદાન કરે છે.

આ પણ વાંચો..Pakistan PM Imran Khan: પાકિસ્તાનની વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી ખતરામાં છે?

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.