Dalai lama

The Dalai Lama came out in public after a long time: દલાઈ લામા ઘણા સમય પછી જાહેરમાં લોકો વચ્ચે આવ્યા

The Dalai Lama came out in public after a long time: તિબેટના સાંસદ તેનજિંગ જિગ્મેએ જણાવ્યું હતું કે,’બે વર્ષ પછી આજનો દિવસ ખૂબ જ સારો છે. સૌથી ભાગ્યશાળી બાબત એ છે કે દલાઈ લામા સ્વસ્થ છે.

અમદાવાદ, 19 માર્ચ: The Dalai Lama came out in public after a long time: દલાઈ લામા પહેલીવાર જાહેરમાં લોકો વચ્ચે આવ્યા અને જણાવ્યું કે તેમની તંદુરસ્તી સારી છે. તેમણે કહ્યું કે નિયમિત તબીબી તપાસ માટે દિલ્હી જવાનો કાર્યક્રમ હતો, પરંતુ તેઓ દિલ્હી નથી ગયા, કારણ કે તંદુરસ્તી સારી છે અને તબીબો સાથે બોક્સિંગ પણ કરી શકે તેવી સ્થિતિ છે.

દલાઈ લામાએ ઉપસ્થિત લોકોને સંબોધિત કરતાં જાતક કથાઓ ( મહાત્મા બુદ્ધના પૂર્વ જન્મની કથાઓ) વિશે પણ જાણકારી આપી હતી. તે પછી સુખલખાંગ ખાતે તિબેટી મઠમાં બોધિચિત્ત (જાગૃતમન) ઉત્પન્ન કરવાના કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં બૌદ્ધ ભિખ્ખુઓ, કેન્દ્રીય તિબેટી પ્રશાસનના સભ્યો અને હજારોની સંખ્યામાં તિબેટવાસીઓ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે(The Dalai Lama came out in public after a long time) તિબેટના સાંસદ તેનજિંગ જિગ્મેએ જણાવ્યું હતું કે,’બે વર્ષ પછી આજનો દિવસ ખૂબ જ સારો છે. સૌથી ભાગ્યશાળી બાબત એ છે કે દલાઈ લામા સ્વસ્થ છે. આપણે તેમના લાંબા આયુષ્યની કામના કરીએ છીએ.’

તેમણે કહ્યું હતું કે વારસાને જાળવી રાખવા તમામે પોતાની થતું શ્રેષ્ઠ કરવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે,’ભારત સરકારના મહેમાન તરીકે હું દેશવટો ભોગવી રહ્યું છે, પરંતુ મારા વિચારો હંમેશાં તિબેટ, તેની પરંપરા અને સંસ્કૃતિમાં ખોવાયેલા રહે છે.’

આ પણ વાંચો..Big Breaking Ukraine: યુક્રેન પર હાઈપરસોનિક મિસાઈલથી હુમલો

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.