Bomb Blast outside Russian Embassy

Bomb Blast outside Russian Embassy:કાબુલમાં રશિયાના દૂતાવાસ બહાર થયો બોમ્બ વિસ્ફોટ, 20 લોકોના મોત નીપજ્યા

Bomb Blast outside Russian Embassy: ફિદાયીન હુમલાખોરને ટાર્ગેટ સુધી પહોંચતા પહેલા જ રશિયન એમ્બેસીના ગાર્ડ્સે (તાલિબાન) તેને ઠાર કર્યો

નવી દિલ્હી, 05 સપ્ટેમ્બરઃ Bomb Blast outside Russian Embassy: કાબુલમાં રશિયાના દૂતાવાસ બહાર બોમ્બ વિસ્ફોટમાં 20 લોકોના મોત થયા છે. માર્યા ગયેલા લોકોમાં 2 રશિયન રાજનયિક પણ સામેલ છે. બોમ્બ વિસ્ફોટ બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. લોકો જીવ બચાવવા માટે આમ તેમ ભાગમભાગી કરવા લાગ્યા. ચારેબાજુ  ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા.

આ પણ વાંચોઃ Rahul Gandhi gave guarantee to Gujaratis: કેજરીવાલ બાદ હવે રાહુલ ગાંધીએ પણ ગુજરાતીઓને આપી ગેરન્ટી, કરી આ મોટી જાહેરાત

મળતી માહિતી મુજબ એક ફિદાયીન હુમલાખોરે પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધી. વિસ્ફોટ અફઘાનિસ્તાનની રશિયન એમ્બેસી બહાર થયો. જ્યાં લોકો વિઝા માટે રાહ જોઈ રહ્યા હતા. હાલ સુરક્ષા અધિકારીઓએ આ ઘટના પર કોઈ નિવેદન આપ્યું નથી.

ફિદાયીન હુમલાખોરને ટાર્ગેટ સુધી પહોંચતા પહેલા જ રશિયન એમ્બેસીના ગાર્ડ્સે (તાલિબાન) તેને ઠાર કર્યો. પરંતુ ત્યારે જ તેણે પોતાની જાતને ઉડાવી દીધી. જેમાં 20 લોકો માર્યા ગયા. મૃતકોમાં 2 રશિયન રાજનયિક પણ સામેલ છે.

આ પણ વાંચોઃ Competitive Exams 2022: શું તમે સરકારી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યાં છો? તો જાણો ક્યારે છે કઇ એક્ઝામ

Gujarati banner 01