Britain New PM 2022: બ્રિટનને મળ્યા નવા વડાપ્રધાન, 57.4% મત સાથે વિજયી બન્યા લીઝ ટ્રુસ
Britain New PM 2022: જહોન્સન કેબિનેટમાં નાણા મંત્રી રહેલા અને મૂળ ભારતીય એવા રિશી સુનાક અને વિદેશ મંત્રી લીઝ ટ્રુસ વચ્ચે સ્પર્ધા ચાલી રહી હતી
નવી દિલ્હી, 05 સપ્ટેમ્બરઃ Britain New PM 2022: બોરિસ જહોન્સનના અચાનક વડાપ્રધાન પદ પરથી રાજીનામા બાદ બ્રિટનમાં ખાલી પડેલી વડાપ્રધાનની સીટ માટે ભારતીય મૂળના ઋષિ સુનાક લીઝ ટ્રુસ વચ્ચે ભારે સ્પર્ધા ચાલી રહી હતી. આજે જહોન્સન સરકારમાં વિદેશમંત્રી રહી ચૂકેલા ટ્રુસ વડાપ્રધાનની ચૂંટણી જીત્યા છે.
મીડિયા દ્વારા મળેલી માહિતી મુજબ, લીઝ ટ્રુસ કન્ઝર્વેટીવ પાર્ટીની ચૂંટણીમાં 57.4% મત સાથે વિજયી બન્યા છે. આજે જાહેર થયેલ પરિણામ અનુસાર સત્તારૂઢ પાર્ટી કન્ઝર્વેટીવ પાર્ટીની આંતરિક ચૂંટણીમાં સુનાકના 42.6% મતની સામે ટ્રુસને 57.4% મત મળ્યા છે.
આ પણ વાંચોઃ Bomb Blast outside Russian Embassy:કાબુલમાં રશિયાના દૂતાવાસ બહાર થયો બોમ્બ વિસ્ફોટ, 20 લોકોના મોત નીપજ્યા
