Bomb Blast in Kabul Masjid

Bombing at Kabul mosque: કાબુલની મસ્જિદમાં નમાઝના સમયે બોમ્બ વિસ્ફોટ, 21ના મોત અને 60 લોકોને ઇજા- વાંચો વિગત

Bombing at Kabul mosque: તાલિબાનના એક અધિકારીએ જણાવ્યું કે ઓછામાં ઓછા 35 લોકો ઈજાગ્રસ્ત થયા છે અથવા મોત થયા છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે

કાબુલ, 18 ઓગષ્ટઃBombing at Kabul mosque: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની એક મસ્જિદમાં થયેલા ધમાકામાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થઈ ગયા છે અને 60 લોકોને ઈજા પહોંચી છે. ખૈર ખાના વિસ્તારની મસ્જિદમાં તે સમયે ધમાકો થયો જ્યારે લોકો મગરિબની નમાઝ અદા કરી રહ્યાં હતા.

કાબુલ સુરક્ષા વિભાગના પ્રવક્તા ખાલિદ ઝાદરાને ધમાકાની પુષ્ટિ કરતા જણાવ્યું કે કાબુલના પીડી 17માં એક મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. તેમણે જણાવ્યું કે આ વિસ્તારમાં સુરક્ષા દળ પહોંચી ચુક્યા છે અને બધા ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ધમાકામાં મસ્જિદના ઇમામ મવાલવી અમીર મોહમ્મહ કાબુલીનું પણ મોત થયું છે.

આ પણ વાંચોઃ Janmashtami and Ramananda Swami Jayanti will be celebrated: કુમકુમ મંદિર ખાતે જન્માષ્ટમી અને રામાનંદસ્વામીની જયંતી ઉજવાશે

તાલિબાનની પોલીસે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વિશે કંઈ માહિતી આપી નથી. તાલિબાનના એક અધિકારીએ જણાવ્યું કે ઓછામાં ઓછા 35 લોકો ઈજાગ્રસ્ત થયા છે અથવા મોત થયા છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. તો અલ ઝઝીરાએ એક અજાણ્યા અધિકારીના હવાલાથી જણાવ્યું કે મૃત્યુ પામનારની સંખ્યા 21 છે અને ઈજાગ્રસ્તોની સંખ્યા વધારો હોઈ શકે છે. નમાઝના સમયે મોટી સંખ્યામાં લોકો મસ્જિદમાં હાજર હતા. 

ઉલ્લેખનીય છે કે, મૃત્યુ પામેલા લોકોમાં મસ્જિદના ઈમામ પણ સામેલ છે અને મૃત્યુ પામનારની સંખ્યા વધી શકે છે. ગુપ્તચર ટીમો ઘટના સ્થળે હાજર છે અને તપાસ કરી રહી છે. તાલિબાન સરકારના અન્ય અધિકારીઓએ જાનહાનીની સંખ્યાની પુષ્ટિ કરવા માટે કોઈ જવાબ આપ્યો નહીં. તાલિબાનના અધિકારી શરૂઆતથી અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટની હાજરીની વાત નકારી રહ્યાં છે. તેમ છતાં સીરિયા અને ઇરાકમાં પેદા થયેલ આ ખૂંખાર આતંકી સમૂહ અફઘાનિસ્તાનમાં સતત પોતાની જગ્યા બનાવી રહ્યો છે. 

આ પણ વાંચોઃ Adani reduce cng price: અદાણીએ CNG ના ભાવમાં ઘટાડો કર્યો, રિક્ષા ચાલકો અને ખાનગી વાહનચાલકોને મળશે રાહત

Gujarati banner 01