Imran khan

Imran khan injuired: ઇમરાન ખાનની રેલીમાં ગોળીબાર, પૂર્વ PM ઘાયલ, હોસ્પિટલમાં દાખલ

Imran khan injuired: આઝાદી માર્ચમાં ગોળીબાર થયો હતો જેમાં ઇમરાન ખાન ઘાયલ થયા હોવાનું જણાવાઈ રહ્યું છે

પાકિસ્તાન, 03 નવેમ્બર: Imran khan injuired: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની રેલીમાં ગોળીબાર થયો છે. આ ગોળીબારમાં ઇમરાન ખાન પોતે પણ ઘાયલ થયા હતા. તેમના સિવાય અન્ય ચાર લોકો ઘાયલ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. સાથે જ ઘાયલ થયેલા ઇમરાન ખાનને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે ઇમરાન ખાન હાલમાં પાકિસ્તાનમાં આઝાદી માર્ચ કાઢી રહ્યા છે. તેઓ વર્તમાન સરકાર સામે સતત રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારથી ઇમરાન તોશખાના કેસમાં દોષી સાબિત થયા છે, તેમના તરફથી આઝાદી માર્ચ શરૂ કરવામાં આવી છે. આ કડીમાં ગુરુવારે તેમની આઝાદી માર્ચ પણ કાઢવામાં આવી હતી. પરંતુ આ વખતે અહીં ગોળીબાર થયો હતો જેમાં ઇમરાન ખાન ઘાયલ થયા હોવાનું જણાવાઈ રહ્યું છે. તેમના સિવાય પૂર્વ ગવર્નર ઇમરાન ઈસ્માઈલ પણ આ ગોળીબારમાં ઘાયલ થયા છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ ગોળીબારમાં ઇમરાન ખાનને પગમાં ગોળી વાગી છે. આ ગોળીબારમાં તેમના સિવાય પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના અન્ય ઘણા નેતાઓ પણ ઘાયલ થયા છે.

આ પણ વાંચોVeraval-Jabalpur Express Diverted Route: વેરાવળ-જબલપુર એક્સપ્રેસ ડાઈવર્ટ કરેલા રૂટ પર દોડશે

Gujarati banner 01