Imran Khan

Inflation in pakistan: પાકિસ્તાનમાં પેટ્રોલ લીટર દીઠ રૂ.150 અને ખાંડ 100 રૂપિયાને પાર, પ્રજાએ ઇમરાન સરકાર પર ઠાલવ્યો રોષ

Inflation in pakistan: પેટ્રોલ-ખાંડ-દૂધ સહિતની અનેક ચીજવસ્તુઓના ભાવ વધતાં હોબાળો થયો

નવી દિલ્હી, ૨૧ માર્ચ: Inflation in pakistan: પાકિસ્તાનમાં વધી રહેલા રાજકીય પારા વચ્ચે ઈમરાન સરકારની સ્થિતિ પાતળી છે. પાકિસ્તાનમાં તીવ્ર મોંઘવારીના (Inflation in pakistan) કારણે સામાન્ય માણસની હાલત પણ કફોડી જોવા મળી રહી છે. પાકિસ્તાની લોકોનું કહેવું છે કે ઈમરાન ખાને ઘણા વચનો આપ્યા હતા પરંતુ તેને પૂરા કરવાનો પ્રયાસ કર્યો નથી. આ રેકોર્ડબ્રેક મોંઘવારીએ જનતાને ઈમરાન સામે ઉભી કરી દીધી છે.

પેટ્રોલ-ખાંડ-દૂધ સહિતની અનેક ચીજવસ્તુઓના ભાવ વધતાં (Inflation in pakistan) હોબાળો થયો હતો. પાકિસ્તાનમાં મોંઘવારી 70 વર્ષમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. પેટ્રોલ 150 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચવા જઈ રહ્યું છે, જ્યારે ખાંડ પણ 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. પ્રજા રોષ ઠાલવી રહી છે કે ઈમરાનની સરકાર માત્ર ધનિકો માટે છે.

આ પણ વાંચો: China Plane Crash: ચીનમાં મોટી વિમાન દુર્ઘટના, 133 મુસાફરોને લઈને જતું બોઈંગ 737 પ્લેન ક્રેશ- વાંચો વધુ વિગત

આપને જણાવી દઈએ કે ગત રવિવારે અવિશ્વાસ પ્રસ્તાવના મુદ્દે વિપક્ષ પર નિશાન સાધતા ઈમરાન ખાને કહ્યું હતું કે તેઓ ‘બટેટા, ટામેટાં’ના ભાવને નિયંત્રિત કરવા માટે રાજકારણમાં આવ્યા નથી. ઈમરાન ખાનના આ અસંવેદનશીલ નિવેદન પર વિપક્ષે પણ પ્રહારો કર્યા હતા અને લોકો ઈમરાનને લઈને નારાજ થયા હતા.

પાકિસ્તાનનો વિરોધ રસ્તા પર છે. મુદ્દો મોંઘવારીનો છે, પરંતુ ઈમરાન પાસે ના તો વિપક્ષની વાતનો જવાબ છે કે ના તો મોંઘવારીનો મુદ્દો. પાકિસ્તાનનો વિપક્ષ સવાલ પૂછી રહ્યો છે કે જો મોંઘવારી પર કાબૂ ના રાખી શકાય તો ઈમરાન સત્તા પર કેમ બેઠા છે?

Gujarati banner 01