Banner

Bogus companies Hawala network: મુંબઈ અને થાણેની બોગસ કંપનીઓ દ્વારા હવાલા નેટવર્ક, વાંચો વિગતે

Bogus companies Hawala network: 9 માર્ચે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશમાં 23 સ્થળોએ સામૂહિક દરોડાની કામગીરી હાથ ધરાઈ હતી

મુંબઈ, ૨૧ માર્ચ: Bogus companies Hawala network: મહારાષ્ટ્રમાં પૂણે અને થાણે ખાતે આવેલા સ્ટાર્ટ અપ્સ ગ્રૂપ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રૂ. 224 કરોડની બ્લેકમનીની આવક ઝડપી (Bogus companies Hawala network) પાડવામાં આવી હતી. CBDT એ જણાવ્યું હતું કે, 9 માર્ચે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશમાં 23 સ્થળોએ સામૂહિક દરોડાની કામગીરી હાથ ધરાઈ હતી.

Bogus companies Hawala network: ગ્રૂપ દ્વારા બાંધકામ મટિરિયલ્સનું જથ્થાબંધ અને રિટેલ વેચાણ કરવામાં આવે છે. આખા ભારતમાં તેનો કારોબાર ફેલાયેલો છે. જેનું વાર્ષિક ટર્નઓવર રૂ. 6000 કરોડ છે. દરોડામાં રૂ. 1 કરોડ રોકડા તેમજ રૂ. 22 લાખનું ઝવેરાત પણ જપ્ત કરાયું છે.

આ પણ વાંચો: Inflation in pakistan: પાકિસ્તાનમાં પેટ્રોલ લીટર દીઠ રૂ.150 અને ખાંડ 100 રૂપિયાને પાર, પ્રજાએ ઇમરાન સરકાર પર ઠાલવ્યો રોષ

તપાસ દરમિયાન ગ્રૂપ દ્વારા બોગસ ખરીદી તેમજ મોટાપાયે રોકડ ખર્ચાઓ દર્શાવવામાં આવ્યા હતા. હિસાબોમાં એકોમોડેશનની ખોટી એન્ટ્રીઓ પાડવામાં આવી હતી. હિસાબોમાં કુલ રૂ. 400 કરોડની ખોટી એન્ટ્રીઓ પાડવામાં આવી હોવાનું જણાયું હતું. ગ્રૂપ કંપનીનાં ડિરેકટરો દ્વારા રૂ. 224 કરોડની બેનામી આવક દર્શાવાઈ હતી.

ઘણા ઊંચા પ્રિમિયમ સાથે શેર્સ ઈસ્યૂ કરીને મોરિશિયસમાંથી ગ્રપને ફોરેન ફંડ મળ્યું હોવાનું જણાયું હતું. ગ્રૂપ કંપનીઓ દ્વારા મુંબઈ અને થાણે ખાતેની બોગસ કંપનીઓ દ્વારા મોટાપાયે હવાલા નેટવર્કનો પર્દાફાશ થયો હતો. આ બોગસ કંપનીઓ હવાલા એન્ટ્રીઓ પાડવા માટે ફક્ત કાગળ પર જ રચવામાં આવી હતી. કુલ રૂ. 1500 કરોડથી વધુ હવાલા એન્ટ્રીઓ પાડી હોવાનું જણાયું હતું.

Gujarati banner 01