James Marape touched feet of Narendra Modi

James Marape touched feet of Narendra Modi: પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાને નરેંદ્ર મોદીના ચરણ સ્પર્શ કર્યા, અહીં જુઓ વિડિયો

  • મોદીના સ્વાગત માટે પોર્ટ મોરેસ્બી એરપોર્ટ પર પાપુઆ ન્યુ ગિનીના કલાકારોએ પરંપરાગત નૃત્ય રજૂ કર્યું હ

James Marape touched feet of Narendra Modi: આ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત છે

નવી દિલ્હી, 22 મેઃ James Marape touched feet of Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ જાપાનની મુલાકાત લીધી હતી. 19 થી 21 મે સુધી વડાપ્રધાન મોદીએ હિરોશિમામાં G7 બેઠકમાં હાજરી આપી હતી. આ અવસર પર તેમણે ઘણા દેશોના વડાપ્રધાનો સાથે વાતચીત કરી. G7 એ વિશ્વના સાત વિકસિત અને ધનિક દેશોનો સમૂહ છે. જેમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, બ્રિટન અને અમેરિકા સામેલ છે. તેને ગ્રુપ ઓફ સેવન તરીકે પણ ઓળખવામાં આવે છે.

દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 મે રવિવારની સાંજે પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા હતા. રાજધાની પોર્ટ મોરેસ્બીમાં વડા પ્રધાન જેમ્સ મેરેપ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મરેપે મોદીના ચરણ સ્પર્શ કરીને સ્વાગત કર્યું હતું. આ પછી વડાપ્રધાન મોદીને એરપોર્ટ પર જ ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું. આ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત છે.

પાપુઆ ન્યુ ગિનીની સરકારે વડાપ્રધાન મોદીને આવકારવાની પરંપરા તોડી છે. વાસ્તવમાં, આ દેશમાં સૂર્યાસ્ત પછી કોઈ વિદેશી મુલાકાતીને રાજ્ય સન્માન સાથે આવકારવામાં આવતો નથી. પરંતુ ભારતનું મહત્વ જોઈને ત્યાંની સરકારે આ નિર્ણય લીધો.

મરેપે મોદીના ચરણ સ્પર્શ કરીને સ્વાગત કર્યું હતું. મોદીના સ્વાગત માટે પોર્ટ મોરેસ્બી એરપોર્ટ પર પાપુઆ ન્યુ ગિનીના કલાકારોએ પરંપરાગત નૃત્ય રજૂ કર્યું હતું. તેમજ ભારતીય સમુદાયના સભ્યોએ વડાપ્રધાન મોદીને તેમની માતાનો ફોટો ભેટમાં આપ્યો હતો.

આ પણ વાંચો… Drink water before brushing?: શું હકીકતમાં સવારે બ્રશ કરતાં પહેલાં પાણી પીવું જરૂરી છે? જાણો એક્સપર્ટનું શું કહેવું છે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો