Pakistan airstrike in afghanistan

Pakistan airstrike in afghanistan: પાક-અફઘાન વચ્ચે તણાવ ઉગ્ર બન્યો, પોતાના સાત સૈનિકોના મોત બાદ પાકે અફઘાન પર કરી એર સ્ટ્રાઈક- વાંચો વિગત

Pakistan airstrike in afghanistan: અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસનને પહેલી માન્યતા આપનાર પાકને ભારે પડ્યુ, અંતે સર્જાઇ દુશ્મની

નવી દિલ્હી, 16 એપ્રિલઃ Pakistan airstrike in afghanistan: અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસનને હરખભેર સૌથી પહેલા માન્યતા આપનારા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે બહુ જલ્દી તનાવ સર્જાઈ ગયો છે.

પાકિસ્તાનના ખૈબર પખ્તૂન્વા પ્રાંતના ઉત્તરી વજીરિસ્તાનમાં પાક સેનાના કાફલા પર થયેલા હુમલામાં સાત સૈનિકોના મોત થયા છે. આ હુમલો ટીટીપી સંગઠનના આતંકીઓએ કર્યો હોવાનુ મનાય છે.

જેના જવાબમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનના કુનાર, ખોસ્ત અને બીજા વિસ્તારો પર એર સ્ટ્રાઈક કરી હોવાનો દાવો થઈ રહ્યો છે. અફઘાનિસ્તાનના પત્રકાર બિલાલ સરવરીનુ કહેવુ છે કે, પાકિસ્તાનના બોમ્બ મારામાં મહિલાઓ અને બાળકો સહિત પાંચના મોત થયા છે.

આ પણ વાંચોઃ Delhi capitals physio patrick farhart covid positive: IPLમાં કોરોનાની એન્ટ્રી, આ ટીમમાં નોંધાયો પહેલો કેસ- વાંચો વિગત

પાકિસ્તાની પત્રકાર સલીમ મહેસૂદે પણ ટ્વિટર પર કહ્યુ છે કે, પાંચ લોકોના મોત થયાની વાતને સમર્થન મળ્યુ છે. પાક અ્ને અફઘાન સીમા પર તનાવ વધી શકે છે.

અન્ય પત્રકારોનુ કહેવુ છે કે, પાકિસ્તાની સેના અફઘાનિસ્તાનમાં ટીટીપીના આતંકી સંગઠનો સામે પાકિસ્તાને તુર્કીએ આપેલા ટીબી-2 ડ્રોનથી બોમ્બ મારો કર્યો હોવાનુ અનુમાન છે .આ ડ્રોન તાજેતરમાં જ પાકિસ્તાનને તુર્કીએ આપ્યા છે. તેનુ નિર્માણ કરનાર કંપની તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનના જમાઈની છે.

આ પણ વાંચોઃ Hanuman dandi mandir: રામ ભક્ત હનુમાનજી સહિત તેમના પુત્રની પૂજા કરવામાં આવતું એકમાત્ર છે આ મંદિર- વાંચો વિગત

Gujarati banner 01