Vedant wins silver medal in danish open swimming

Vedant wins silver medal in danish open swimming: આ અભિનેતાના દિકરાએ દેશનું નામ કર્યુ રોશન, ડેનિશ ઓપન સ્વિમિંગમાં જીત્યો સિલ્વર મેડલ

Vedant wins silver medal in danish open swimming: માધવને પોતાની પોસ્ટમાં લખ્યું- વેદાંતે કોપેનહેગન ડેનિશ ઓપનમાં ભારત માટે રજત પદક જીત્યો છે. તમારા તમામ પ્રયત્નો માટે ખૂબ ખૂબ આભાર પ્રદીપ સર અમને ખૂબ જ ગર્વ છે.

સ્પોર્ટ્સ ડેસ્ક,16 એપ્રિલઃ Vedant wins silver medal in danish open swimming: બોલીવૂડ સ્ટાર આર માધવનનો પુત્ર વેદાંત માધવને મોટી સફળતા પ્રાપ્ત કરતા ડેનિશ ઓપન સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ ખુશ ખબર એક્ટર આર માધવને પોતે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આપી છે. માધવને પોતાની પોસ્ટમાં લખ્યું- વેદાંતે કોપેનહેગન ડેનિશ ઓપનમાં ભારત માટે રજત પદક જીત્યો છે. તમારા તમામ પ્રયત્નો માટે ખૂબ ખૂબ આભાર પ્રદીપ સર અમને ખૂબ જ ગર્વ છે. 

વેદાંત માધવને પણ ટૂર્નામેન્ટમાં હકારાત્મક શરૂઆત કરી અને પુરુષોની 1500 મીટર ફ્રીસ્ટાઈલ સ્પર્ધામાં રજત પદક મેળવવા માટે પોતાના વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સમયમાં સુધારો કરીને જીત પ્રાપ્ત કરી હતી. ભારતીય અભિનેતા આર માધવનના પુત્ર વેદાંત 10 સ્વિમર્સની ફાઇનલમાં 15.57.86ના સમય સાથે બીજા ક્રમે રહ્યો હતો. માર્ચ 2021માં લાતવિયા ઓપનમાં બ્રોન્ઝ મેડલ જીતનાર 16 વર્ષીય ખેલાડીએ ગયા વર્ષે જુનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં ચાર સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સાથે સાત મેડલ જીત્યા હતા. 

આ પણ વાંચોઃ Hanuman dandi mandir: રામ ભક્ત હનુમાનજી સહિત તેમના પુત્રની પૂજા કરવામાં આવતું એકમાત્ર છે આ મંદિર- વાંચો વિગત

તમને જણાવી દઈએ કે, એક્ટર આર માધવનનો પુત્ર વેદાંત પહેલાથી જ નેશનલ સ્વિમિંગ મેડલિસ્ટ છે. તાજેતરમાં જ એક્ટર માધવને ખુલાસો કર્યો હતો કે, તેમનો પરિવાર હાલમાં દૂબઈમાં છે જ્યાં તેમનો પુત્ર વેદાંત ઓલોમ્પિકની તૈયારી કરી રહ્યો છે. વેદાંતને સારી ફેસિલિટી અને ટ્રેનિંગ આપવા માટે તેઓ દુબઈ શિફ્ટ થઈ ગયા છે.

બીજી તરફ ટોચના ભારતીય સ્વિમર સાજન પ્રકાશે ડેનમાર્કના કોપેનહેગનમાં સ્વિમિંગ મીટમાં પુરુષોની 200મીટરની બટરફ્લાઈ સ્પર્ધામાં જીત સાથે પોતાના સત્રની શરૂઆત કરી છે. આ વર્ષે પોતાની પ્રથમ આતંરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેતા પ્રકાશે શુક્રવારે રાતે પોડિયમ પર ઊભા માટે 1.59.27નો સમય લીધો હતો. 

આ પણ વાંચોઃ Pakistan airstrike in afghanistan: પાક-અફઘાન વચ્ચે તણાવ ઉગ્ર બન્યો, પોતાના સાત સૈનિકોના મોત બાદ પાકે અફઘાન પર કરી એર સ્ટ્રાઈક- વાંચો વિગત

Gujarati banner 01