DKA Breaking

Shooting in America: અમેરિકાના મેમ્ફિસમાં પાર્ટી દરમિયાન ફાયરિંગ; બે ના મોત 16 ઘાયલ, વીડિયો સામે આવ્યો

Shooting in America: પોલીસ અહેવાલ મુજબ મેમ્ફિસ બ્લોક પાર્ટીમાં 16 લોકો પર ફાયરિંગ, 2 ના મોત

whatsapp banner

Shooting in America: અમેરિકાના મેમ્ફિસમાં એક બ્લોક પાર્ટી દરમિયાન થયેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા છે. મેમ્ફિસ પોલીસના જણાવ્યા અનુસાર, ઓરેન્જ માઉન્ટ વિસ્તારમાં કાર્નેસ એવન્યુ અને ગ્રાન્ડ સ્ટ્રીટના ખૂણે ગોળીબાર થયો હતો. મેમ્ફિસ બ્લોક પાર્ટીમાં 16 લોકો પર ફાયરિંગ, અને 2 મોતના પોલીસ અહેવાલ છે.

આ પણ વાંચો:- Varsa: વારસા એટલે શું? જાણીએ.. પૂજા પટેલની કલમેં

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘટનાસ્થળે જ 2 લોકોના મોત થયા છે. લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ફાયરિંગ શા માટે થયું હતું, અત્યાર સુધી ફાયરિંગનું કારણ જાણી શકાયું નથી.

પોલીસ પુષ્ટિ કર્યું છે કે મેમ્ફિસ બ્લોક પાર્ટીમાં 16 લોકોને ગોળી વાગી હતી, જેમાં 2 મૃત્યુ પામ્યા હતા. અમેરિકામાં આ પ્રકારના ફાયરિંગની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે, જેના કારણે આવી ઘટનાઓને લઈને પ્રશાસન અને સરકાર બંનેની ચિંતા વધી ગઈ છે. આનો સામનો કરવા માટે સરકાર અને વહીવટીતંત્ર બંને નક્કર પગલાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી આવી ઘટનાઓને અંકુશમાં લઈ શકાય.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો