baba ramdev

Baba Ramdev: બાબા રામદેવને સુપ્રીમ કોર્ટનો આદેશ; યોગ શિબિર માટે સર્વિસ ટેક્સ ભરવાનો રહેશે

Baba Ramdev: ટ્રસ્ટના યોગ શિબિરોના આયોજન માટે લેવામાં આવતી એન્ટ્રી ફી પર સર્વિસ ટેક્સ ભરવાનો સુપ્રીમનો આદેશ

whatsapp banner

દિલ્હી, 21 એપ્રિલ: Baba Ramdev: સુપ્રીમ કોર્ટે પતંજલિ યોગપીઠ ટ્રસ્ટને મોટો ઝટકો આપ્યો છે. યોગ ગુરુ બાબા રામદેવની યોગ શિબિર સર્વિસ ટેક્સના દાયરામાં આવી ગઈ છે. સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટના યોગ શિબિરોના આયોજન માટે લેવામાં આવતી પ્રવેશ ફી પર સર્વિસ ટેક્સ ભરવાનો આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અભય એમ ઓક અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેંચે આ સંબંધમાં સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના નિર્ણયને યથાવત રાખ્યો હતો. ટ્રસ્ટના રહેણાંક અને બિન-રહેણાંક યોગ શિબિરોના આયોજન માટે સર્વિસ ટેક્સની ચુકવણી ફરજિયાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો:- Shooting in America: અમેરિકાના મેમ્ફિસમાં પાર્ટી દરમિયાન ફાયરિંગ; બે ના મોત 16 ઘાયલ, વીડિયો સામે આવ્યો

ટ્રસ્ટની અરજીને ફગાવી દેતાં ખંડપીઠે કહ્યું કે ટ્રિબ્યુનલે સાચું કહ્યું છે કે તેમાં દખલ કરવાનું કોઈ કારણ મળ્યું નથી, તેથી અરજી ફગાવી દેવામાં આવે છે.

કસ્ટમ્સ અને સેન્ટ્રલ એક્સાઇઝના કમિશનર, મેરઠ રેન્જે ઓક્ટોબર 2006થી માર્ચ 2011ના સમયગાળા માટે દંડ અને વ્યાજ સાથે લગભગ રૂ. 4.5 કરોડના સર્વિસ ટેક્સની માંગણી કરી હતી. અગાઉ ટ્રસ્ટે દલીલ કરી હતી કે તે રોગોની સારવાર માટે સેવાઓ પૂરી પાડે છે. આ સેવાઓ આરોગ્ય અને ફિટનેસ સેવાઓ હેઠળ કરપાત્ર નથી.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજી ફગાવી દેવાયા બાદ હવે પતંજલિ યોગ ટ્રસ્ટે સર્વિસ ટેક્સ તરીકે 4.5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો