Sri Lanka erupts over Pakistan

Sri Lanka erupts over Pakistan: પાકિસ્તાન પર ભડક્યુ શ્રીલંકા, શ્રીલંકાના નાગરિકને જીવતો સળગાવી દેવાની ઘટના બાદ સુરક્ષા વધારવા કરી માંગ

Sri Lanka erupts over Pakistan: શ્રીંલકન સરકારે અને વિપક્ષોએ એક અવાજે કહ્યુ છે કે, પાકિસ્તાનમાં કામ કરતા શ્રીલંકાના નાગરિકોની સુરક્ષા માટે પાકિસ્તાન સરકાર કાર્યવાહી કરે

નવી દિલ્હી, 04 ડિસેમ્બરઃ Sri Lanka erupts over Pakistan: ધર્મના અપમાનના આરોપસર પાકિસ્તાનમાં ઝનૂની ટોળાએ ગઈકાલે એક શ્રીલંકના નાગરિકને જીવતો સળગાવી દીધો હતો.જેના પર હવે શ્રીલંકા ભડકયુ છે.

પ્રિયંતા કુમારા નામના આ શ્રીલંકન નાગરિક પર ધાર્મિક અપમાનનો આરોપ મુકવામાં આવ્યો હતો.તેઓ પાકિસ્તાનના સિયાલકોટ જિલ્લામાં કપડાની ફેકટરીના મેનેજર હતા.ભડકેલા ટોળાએ તેમને જીવતા સળગાવી દીધા બાદ આખી દુનિયામાં હાહાકાર મચી ગયો છે ત્યારે શ્રીંલકન સરકારે અને વિપક્ષોએ એક અવાજે કહ્યુ છે કે, પાકિસ્તાનમાં કામ કરતા શ્રીલંકાના નાગરિકોની સુરક્ષા માટે પાકિસ્તાન સરકાર કાર્યવાહી કરે.

આ પણ વાંચોઃ About Omicron Variant: ICMR ની એક્સપર્ટ પેનલે કર્યો દાવો, ઓમિક્રોન ઝડપથી ફેલાય છે તેથી તે ઘાતક નથી- વાંચો સંપૂર્ણ અહેવાલ

Advertisement

બીજી તરફ શ્રીલંકન સરકારના એક મંત્રીએ કહ્યુ હતુ કે, અમને ખુશી છે કે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને આ ઘટનાની નિંદા કરી છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના અધિકારીના કહેવા પ્રમાણે કપડાની ફેકટરીના મેનેજર પ્રિયંતા કુમારાએ પાકિસ્તાનના સંગઠન તહરીકે એ લબ્બૈકના એક પોસ્ટરને ફાડી નાંખ્યુ હતુ.જેના પર કુરાનની આયાતો લખેલી હતી.એ પછી પોસ્ટરને કચરા પેટીમાં ફેકી દીધુ હતુ.કેટલાક કર્મચારીઓએ પ્રિંયતા કુમારાને પોસ્ટર હટાવતા જોયા હતા અને તેમણે ફેકટરીમાં આ વાતની જાણ કરતા જ વાત ફેલાઈ ગઈ હતી અને ફેકટરીની આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા.ટોળાએ મેનેજરને સળગાવી દેવાનુ રાક્ષસી કૃત્ય કર્યુ હતુ.

Whatsapp Join Banner Guj

Advertisement