Bhanuben prajapati image 600x337 1

The journey of Sudha life Part-2 નવલકથા; સુધાની જિંદગીની સફર ભાગ-2

sudhani jindagini safar Part-2


એક દિવસ તુષારે મહેશને કોલ કરીને મળવા માટે હોટેલ પર બોલાવ્યો અને કહ્યું કે મારી પત્ની સુધાને કંપનીએ ક્યાં મોકલી હતી.
મહેશે કહ્યું : તુષાર તારી પત્ની સુધા ખૂબ જ હોંશિયાર હતી. અહીં કંપનીના માલિકને તારી પત્ની પર ખૂબ જ ભરોસો હતો પરંતુ અહીં જોબ કરતાં નિખિલને તારી પત્નીથી ખૂબ જ ઇર્ષા હતી. એને પ્રોજેક્ટ મળવાનો હતો તે સીધો સુધાને મળી ગયો એટલે એનાથી સહન થતું ન હતું પરંતુ એને તો કહ્યું જ હતું કે તું પ્રોજેક્ટ પૂરો કરી શકીશ નહીં. તે ખૂબ જ ગુસ્સે થયો હતો અને સુધા અને મહેશ વચ્ચે થોડી ઘણી બોલચાલ પણ થઈ હતી. માહિતી મેળવીને તુષાર ઘરે આવી ગયો.

ઘરે આવીને પોલીસ ઇન્સ્પેક્ટર ને વાત કરી કે તમે મહેશની પાસેથી અમુક જવાબ મેળવો તો સારું. કારણ કે નિખિલ અને સુધા વચ્ચે કંપનીમાં ટસલ થઇ હતી.
પોલીસ ઇન્સ્પેક્ટરે મહેશને બોલાવ્યો અને પુછતાછ શરૂ કરી.
નિખિલને કહ્યું : હા, અમારા બંને વચ્ચે બોલચાલ થઈ હતી. પરંતુ મેં ક્યારે પણ એના પ્રોજેક્ટને પોતાના માટે લેવાનો પ્રયત્ન કર્યો નથી. હું ગુસ્સામાં ગમે તેમ બોલી ગયો હતો પરંતુ એથી વિશેષ મારે સુધા સાથે કોઈ પણ રિલેશન કે દુશ્મનાવટ નથી.

ઇન્સપેક્ટરે કહ્યું કે નિખિલની વાત સાચી છે. પરંતુ એવું કોઈ સાબિતી નથી કે સુધાની ગાયબ થવામાં એનો હાથ છે.
અહીં તુષાર ઘરની જવાબદારી અને એક બાજુ સુધાને શોધવાની જવાબદારીમાં પિસાતો હતો. એને સુધા વિના ચેન પડતું નહોતું. એ શું કરે તો સુધા મળે એ વિચારી રહ્યો હતો.

સમય વીતતો હતો. ઘરમાં બે નાના બાળકો હતા એ બધાના લાલન – પાલનમાં તુષારના મમ્મી – પપ્પા તો દિવસ પસાર કરતા હતા પરંતુ તુષારને ઘરની તમામ જવાબદારીઓ એને માથે હતી કારણ કે સુધા હતી ત્યારે ઘરનું તમામ કામકાજ સંભાળી લેતી અને જોબ પણ કરતી હતી પરંતુ જે દિવસથી એ પ્રોજેક્ટ માટે ફોરન ગઈ એ પછી બહુ વાત થતી ન હતી કારણ કે પ્રોજેક્ટ હોય ત્યારે સુધા વાત તો કરતી ન હતી પરંતુ નીકળવાની તૈયારીમાં સુધાએ ફોન કર્યો હતો અને એરપોર્ટ પર બોલાવ્યો હતો પરંતુ એ પછી તો ફોન સ્વીચ ઓફ થઈ ગયો.
સુધાની વાત કરીએ તો સુધા અહીં પ્રોજેક્ટ માટે નીકળી હતી. જ્યારે પ્રોજેક્ટ માટે નીકળી ત્યારે તે એકલીને જ પ્રોજેક્ટ માટે જવાનું હતું પરંતુ ત્યાં મીટીંગમાં જોયું તો તેના બોસ પ્રોજેક્ટ માટે આવી ગયા અને સુધાને કહ્યું કે સુધા પ્રોજેક્ટ તારી એકલીને જ કરવાનો હતો પરંતુ મને એમ થયું કે તું પહોંચી નહિં વળે એટલા માટે હું અહીં આવ્યો છું.

સુધા પણ ભોળી હતી એના મનથી કદાચ મારા બોસને મારી પ્રત્યે વધારે લાગણી છે એટલે આવ્યા હશે. સુધાના બોસે કહ્યું કે સાંજે આપણે અહીં મીટીંગ છે એટલે તૈયાર થઈને તું નીચે આવજે પછી આપણે ત્યાં પાર્ટીમાં જ મીટીંગ ગોઠવી દઈશું .
સુધા હોટેલના રૂમમાં ગઈ અને ફ્રેશ થઈ અને તૈયાર થવા લાગી. સાંજ પડી એટલે સજ્જ થઈને એ નીચે આવી. બધા પાર્ટીમાં મગ્ન હતા. પાર્ટી શરૂ થઈ ગઈ હતી. પાર્ટી ફોરેનમાં હતી એટલે તો ખૂબ જ સુંદર હોય એ સમજી શકાય છે. બધા જ પાર્ટીમાં હતા ત્યાં અચાનક જ સુધાની એન્ટ્રી થઇ.

સુધાએ મસ્ત ગુલાબી સાડી પહેરી હતી અને ખુલ્લા વાળ હતા. આંખો એક્દમ નમણી નાજુક, હોઠ પર ગુલાબી લિપસ્ટિક અને મધુર હાસ્ય હતું. એના હાથમાં બે ફાઈલ હતી, લેપટોપ હતું અને બધા વચ્ચે જઇને એ બેસી, બીજી બે સ્ત્રીઓ પણ હતી.
બધા જ પાર્ટીમાં મગ્ન થઈ ગયા અને પ્રોજેક્ટ પણ જોયો પરંતુ બધાને દાનત સુધા પર હતી. સુધા ખૂબ જ દેખાવડી હતી અને સામેની પાર્ટી જોડે જે પ્રોજેક્ટ મુકવાનો હતો એમને હવાલે સુધાને કરી દીધી. સુધાના બોસ બોલ્યા તમે એમને પ્રોજેક્ટ બતાવો.
સુધા પ્રોજેક્ટ બતાવા લાગી ત્યારે એ લોકોના નખરા વધી ગયા હતા. બોસે કહ્યું : તમે એક કામ કરો, રૂમમાં જઈને પ્રોજેક્ટ કરો, અહીં ખૂબ જ અવાજ આવે છે.
સુધા તો એવું વિચારતી હતી કે પ્રોજેક્ટ ઉપર જ કામ કરવાનું છે. એ લોકો હોટલના રૂમમાં ગયા ત્યારે પોતાના હાથમાં જે પ્રોજેક્ટ માટે લેપટોપ, ફોન હતો એ બધું જ એ લોકોએ બાજુએ મૂકી દીધું અને બધાને કહ્યું કે : અહીં પ્રોજેક્ટ માટે તને અહીં નથી લાવ્યા. પરંતુ તારા બોસે અમારી જોડે સોદો કર્યો છે.

તારો જે પ્રોજેક્ટ બનાવ્યો છે એ સાથે તારો સોદો થયો છે. હવે તું અમને સમર્પિત કરી દે.
સુધાને તો એટલો બધો આઘાત લાગ્યો. ચોધાર આંસુએ રડી પડી. હવે એકલી જ ડરી ગયેલી હરણી જેવી હતી. બે નરાધમોએ એને પીંખી નાંખી. કેવી રીતે સામનો કરી શકે એને ઘણી બધી બૂમો પાડી…. બચાવો…બચાવી લો…મને.. નીચે ખૂબ જ પાર્ટી અને અવાજ ચાલતો હતો. એનો બોસ બધું જાણતો હતો છતાં પણ એને બચાવવાનો પ્રયત્ન કરતો નહોતો. સુધા ચોધાર આંસુએ રડતી હતી. એને થયું કે મારા જીવનનો કોઈ અર્થ રહેતો નથી. જે તુષારે મારી પર વિશ્વાસ મૂક્યો હતો એ વિશ્વાસના ટુકડે ટુકડા થઈ ગયા છે. આજે મારી અંદરની સ્ત્રી મરી પરવારી છે. હવે હું કયા મુખે તુષારને મળીશ એમ વિચારતી, વિચારતી આખી રાત રડતી રહી.

સુધાના બોસે કહ્યું : તે એક નોર્મલ એકસીડન્ટ હતો… એવું વિચારીને બધું ભૂલી જા. અને ફરીથી નવી જિંદગી શરૂ કર. અહીંયા તુષાર ક્યાં છે! ને કોણ જાણવાનું છે?
સુધાએ તરત જ બોસને બે તમાચા મારી દીધા અને કહ્યું કે : હું આજે જ અહીંથી નીકળી જાઉં છું. તરત જ એને તુષાર ને ફોન કર્યો અને કહ્યું હતું કે હું ફોરેનથી નીકળી જાઉં છું. તમે મને સામેથી રિસીવ કરવા આવજો. એ વખતે સુધાએ કંઈ પણ તુષાર ને જણાવ્યું નહોતું. એટલામાં એના બોસે  ફોન એના હાથમાંથી લઈ લીધો અને સ્વીચ ઓફ કરી દીધો. તુષાર  એમ કે સુધા નીકળી ગઈ છે પરંતુ અહીં સુધાને બોસે એક મકાનમાં લઈ જઈને બંધ કરી દીધી અને એની સાથે એવું વર્તન ચાલુ કર્યું. રોજ રાત્રે એને નવા નવા કંપનીના માલિકને  હવાલે સુધાને કરી દેતો. રોજ નવા લોકો આવીને પીંખી નાખતા. સુધાનું જીવન એકદમ ફંગોળાઈ ગયું હતું.

સુધા પોતાની જાતને બહાર નીકાળવા માંગતી હતી. એ જીવવા પણ માંગતી નહોતી પરંતુ એના બે નાના બાળકો હતા. હવે આ કેસમાંથી છૂટે પણ કેવી રીતે! એનું તો જાણે જીવન પૂરું થઈ ગયું હોય એવું લાગતું હતું. તુષાર અહીં સુધા માટે વલખા મારી રહ્યો હતો. એને એમ કે આજે મળશે સુધા…. કાલે મળશે….. ફોરેનમાં આવીને કરે શું? કારણ કે એની પાસે કોઈ એડ્રેસ ન હતું અને પરિવારને મૂકીને પણ કેવી રીતે આવે એવું વિચારતા વિચારતા તુષાર પોતાના કામમાં મગ્ન થઈ જતો.
સુધા એક દિવસ એને કેદ કરેલ બંગલામાં હતી અને અચાનક કોઈ બહાર યુવાન નીકળ્યો અને તેને ઈશારો કર્યો. એ નજીક આવ્યો ત્યારે સુધાએ કહ્યું : તું મને અહીં કેદમાંથી છોડાવ પછી હું તને બધી જ વાત કરીશ.

યુવકે કહ્યું : પરંતુ અહીં તો જે લોકો આવે છે એ ખૂબ જ ધનાઢ્ય અને પહોંચેલા હોય છે. જો એમને ખબર પડશે તો મારી જિંદગી બરબાદ કરી દેશે.
સુધાએ કહ્યું : હું એક ભારતની નારી છું અને તમે પણ ભારતીય લાગો છો. ભારતના લોકો ભારતીયને મદદ ન કરી શકે!
યુવાને તરત જ પોતાની દેશભાવના યાદ આવી ગઈ અને કહ્યું : તમે ઇન્ડિયાના છો તો હવે મારે કંઈક ઉપાય તો કરવો જ પડશે. આવતીકાલે તમને ગમે તે રીતે છોડાવી દઇશ. બીજા દિવસે એ ભાઈ આવીને તરત જ એ લોકોને બેધ્યાન થાય તેવી રીતે એક દોરડું બારીમાં લટકાવ્યું અને સુધાને નીચે આવવા કહ્યું. સુધા હિંમતવાળી હતી તે દોરડાને સહારે નીચે પહોંચી ગઈ અને તરત જ એ યુવાને એને ગાડીમાં બેસાડીને દૂર સુધી એના ઘરે લઈ ગયો. એ યુવાન ઇન્ડિયાનો જ હતો અને એનું નામ રોહન હતું. રોહને કહ્યું : તમે મારા માટે વડીલ છો એટલે તમને વધારે તો શું કહું? પરંતુ તમારી હાલત ખૂબ જ ખરાબ છે. તમને હું ડોક્ટર જોડે લઈ જવું, તમારે દવાની જરૂર છે.
સુધાએ કહ્યું : મારે કોઈ જોડે જવું નથી. મને ગમે તે કરીને ઇન્ડિયા પહોંચાડવાનો પ્રયત્ન કરો તો સારું.

રોહને  કહ્યું : પહેલા દવા કરાવીએ પછી તમને ઇન્ડિયા જવાનો બંદોબસ્ત કરીએ.
અહીંયા સુધા કેદ હતી ત્યાં પેલા લોકો આવીને જોયું તો સુધા હતી નહીં. એ લોકો કંઈ વિચાર્યા વિના પોતાના ઘરે જતા રહ્યા. કારણ કે એમને ખબર હતી કે સુધા હવે મળે તેમ નથી.
સુધાનો બોસ ફોરનથી ઇન્ડિયા આવ્યો. તુષાર એના બોસને મળવા ગયો અને કહ્યું કે તમે સુધાના કોઈ સમાચાર મળ્યા હોય તો કહો.

બોસે તુષારને ખોટી રીતે કહ્યું કે : સુધા ફોરેનમાં જ છે મારા મિત્ર જોડે. મને સમાચાર મળ્યા હતા કે ત્યાં કોઈ પુરુષ જોડે એ સેટ થઈ ગઈ છે. એમ કરીને અમુક વિડીયો એને તુષારને બતાવ્યા જે વિડીયોમાં ખૂબ જ ડ્રિંક્સમાં બેભાન અવસ્થામાં સુધા હતી અને કોઈ પુરુષનો બાજુમાં ફોટો હતો. આ જોઈને તુષારને આઘાત લાગ્યો અને એ પોતે સાચું માની ગયો કે સુધા બદલાઈ ગઈ છે. એને ઘરે આવીને બધાને વાત કરી કે સુધાએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. જેના માટે મારી આખી જિંદગી દાવ પર લગાવી એ મને વફાદાર રહી નથી. તુષારનો વિશ્વાસ પૂરેપૂરો તૂટી ગયો. એના મમ્મી – પપ્પાને પણ નફરત થઈ ગઈ. એમણે કહ્યું : હવે તો તું બીજા લગ્ન કરી દે અને તુષાર હવે વિશ્વાસઘાતથી કંટાળીને બીજા લગ્ન માટે તૈયાર થઈ ગયો. વધુ ભાગ-3 આગળ…..

ભાનુબેન બી પ્રજાપતિ “સરિતા”

આ પણ વાંચો…નવલકથા; The journey of Sudha life: સુધાની જિંદગીની સફર (ભાગ-01)

Reporter Banner FINAL 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *