News Flash thambnail

Taliban leader: તાલિબાનો ભીડી ગયા આપસમાં. સુપ્રીમ લીડરની હત્યા તો ઉપપ્રધાન બરાદરને બનાવ્યો બંદી; જાણો વિગત

અમદાવાદ , ૨૧ સપ્ટેમ્બર: Taliban leader: અફઘાનિસ્તાનમાં સત્તામાં આવ્યા બાદ પણ હત્યા અને મારપીટનો સિલસિલો ખતમ નથી થતો. હાલમાં બ્રિટનના એક અખબારે કરેલા દાવા મુજબ સત્તાના સંઘર્ષમાં તાલિબાનના સર્વેસર્વા ગણાતો હિબતુલ્લાહ અખુંદજાદા માર્યો ગયો છે. તો ઉપપ્રધાનમંત્રી મુલ્લાહ બરાદરને બંધક બનાવી લેવામાં આવ્યો છે. સત્તા માટે તાલિબાનોના બે જૂથમાં સપ્ટેમ્બર મહિનામાં હિંસક સંઘર્ષ થયું છે, તેનું આ પરિણામ છે. આ સંઘર્ષમાં સૌથી વધુ નુકસાન મુલ્લાહ બરાદરને થયુ છે. બંને જુથો વચ્ચે બેઠકમાં સામસામે જોરદાર મારપીટ થઈ હતી.

આ બેઠકમાં હક્કાની નેતા ખલીલ-ઉલ-રહમાન હક્કાનીએ બરાદર સાથે મારપીટ કરી હતી. પત્રિકાના દાવા મુજબ બરાદર સતત તાલિબાન સરકારમાં ગેરતાલિબાનીઓ અને લઘુમતીઓને સ્થાન આપવા માટે દબાણ લાવી રહ્યો હતો. જેનાથી નારાજ થયેલા હક્કાનીએ તેને ધીબી નાખ્યો હતો. આ મારપીટ બાદ થોડા દિવસ માટે બરાદર ગાયબ થઈ ગયો હતો.

બાદમાં જોકે તે કંધારમાં જોવા મળ્યો હતો. સૂત્રોના કહેવા મુજબ તે આદિવાસી નેતાઓના સંપર્કમાં છે અને તેમનું સમર્થન માગી રહ્યો છે. પત્રિકાના દાવા મુજબ બરાદર પર દબાણ લાવીને તેનો વિડિયો બહાર પાડવામાં આવ્યો હતો, એટલે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેને બંદી બનાવી લેવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો…Surat Manish shah Organ donation: બ્રેઈનડેડ મનીષ શાહના પરિવારે તેમના ફેફસા, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું

તો અખુંદજાદા વિશે અખબારમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તેનો પણ કોઈ અત્તોપત્તો નથી. તે કયાં છે કોઈને ખબર નથી. લાંબા સમયથી તે જોવા મળ્યો નથી. તેમ જ ઘણા સમયથી તેણે કોઈ સંદેશ પણ બહાર પાડયો નથી. આવી પરિસ્થિતિમાં એવું માનવામાં આવે છે કે તેનું મૃત્યુ થઈ ચૂકયું છે. અફઘાનિસ્તાનમાં આ પહેલા પણ સત્તાને લઈને ભારે સંઘર્ષ થયો છે.

પરંતુ 2016માં તાલિબાન અને હક્કાની બંને જૂથ એક સાથે આવી ગયું હતું. અહીં ઉલ્લેખનીય છે કે હક્કાનીનું સીધું કનેકશન પાકિસ્તાન સાથે છેત પાકિસ્તાન પણ તાલિબાન સરકારમાં હક્કાનીનું વર્ચસ્વ રહે એવુ ઈચ્છે છે, જેથી કરીને તે પોતાના ઉદેશ્ય સરળતાથી પૂરા કરી શકે.

Advertisement
Whatsapp Join Banner Guj