Symptoms of monkeypox in a 5 year old girl

WHO warns of monkeypox virus: મંકીપોક્સ વાયરસ અંગે WHOની ચેતવણી, દેશોમાં 1000થી વધુ કેસો નોંધાયા

WHO warns of monkeypox virus: મંકીપોક્સ વાયરસ 9 આફ્રિકી દેશોમાં મનુષ્યોમાં સ્થાનિક છે પરંતુ પાછળના મહિનાઓમાં તેનો પ્રકોપ અનેક એવા રાજ્યોમાં જોવા મળ્યો છે

નવી દિલ્હી, 09 જૂનઃ WHO warns of monkeypox virus: વિશ્વભરમાં મંકીપોક્સ વાયરસના કહેર વચ્ચે WHOએ બુધવારે ચેતવણી આપી છે. WHOના પ્રમુખ ટેડ્રોસ અદનોમે કહ્યું હતું કે, દેશમાં મંકીપોક્સના કેસો 1000થી વધુ કેસો મળી ચૂક્યા છે. જે દેશમાં મંકીપોક્સના કેસો જોવા મળ્યા છે તેઓએ સાવચેતી રાખવાની જરૂર છે. 

તેમણે કહ્યું હતું કે, મંકીપોક્સ વાયરસથી અત્યાર સુધી કોઈનું મોત થયું નથી. ટેડ્રોસે કહ્યું હતું કે, મંકીપોક્સ બિન-સ્થાનિક દેશોમાં કાયમી ધોરણે સ્થાપિત થઈ શકે છે. મંકીપોક્સ વાયરસ 9 આફ્રિકી દેશોમાં મનુષ્યોમાં સ્થાનિક છે પરંતુ પાછળના મહિનાઓમાં તેનો પ્રકોપ અનેક એવા રાજ્યોમાં જોવા મળ્યો છે. સૌથી વધું યુરોતમાં અને મુખ્ય રીતે  બ્રિટન, સ્પેન અને પોર્ટુગલ સામેલ છે. 

ટેડ્રોસ કહ્યું હતું કે, અત્યાર સુધીમાં 29 દેશોમાં 1 હજારથી વધુ મંકીપોક્સના કેસ નોંધાયા છે. જ્યારે આ રોગ દેશોમાં સ્થાનિક નથી. જોકે આ દેશોમાં અત્યાર સુધી કોઈ મૃત્યુ થયું નથી. આવી સ્થિતિમાં WHO અસરગ્રસ્ત દેશોને આગ્રહ કરે છે કે તે રોગચાળાને નિયંત્રિત કરવા અને ચેપને રોકવા માટે તમામ કેસ અને સંપર્કોને ઓળખે. 

આ પણ વાંચોઃ Mahima Chaudhary diagnosed with breast cancer: અભિનેત્રી મહિમા ચૌધરીને બ્રેસ્ટ કેન્સરનું થયું નિદાન, અનુપમ કરી સ્પેશિયલ પોસ્ટ

મંકીપોક્સના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, પીઠનો દુખાવો, થાક અને સોજો લસિકા ગાંઠોનો સમાવેશ થાય છે. ત્યારબાદ ત્વચા પર ફોલ્લીઓ અથવા ચાંદાઓ પડતા જોવા મળે છે. ટેડ્રોસ કહ્યું હતું કે, મંકીપોક્સ સામાન્ય રીતે સ્વ-મર્યાદિત રોગ છે અને સામાન્ય રીતે 2 થી 4 અઠવાડિયા સુધી ચાલે છે. તે બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતી વ્યક્તિઓમાં ગંભીર હોઈ શકે છે. 

ટેડ્રોસે કહ્યું હતું કે, મંકીપોક્સ રસી માટે એન્ટિવાયરલ અને રસી મંજૂર કરવામાં આવી છે પરંતુ તેનો પુરવઠો મર્યાદિત છે. WHO જાહેર આરોગ્યની જરૂરિયાતોને આધારે સંકલન પદ્ધતિ વિકસાવવા પર કામ કરી રહ્યું છે. ટેડ્રોસે કહ્યું કે, સામૂહિક રસીકરણ (મંકીપોક્સ રસીકરણ) જરૂરી છે કારણ કે આ રોગ અત્યાર સુધીમાં 29 દેશોમાં ફેલાયો છે. સાથે જ જેમને મંકીપોક્સના લક્ષણો હોય તેઓએ ઘરે જ રહેવું જોઈએ અને અન્ય લોકો ચેપગ્રસ્ત લોકો ન બને તે માટે કાળજી રાખવી જોઈએ. 

આ પણ વાંચોઃ President election 2022: ભારતના ચૂંટણી પંચે રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ કરી જાહેર, નોંધણી માટે લગભગ 2 અઠવાડિયા આપવામાં આવશે

Gujarati banner 01