Mahima Chaudhary diagnosed with breast cancer

Mahima Chaudhary diagnosed with breast cancer: અભિનેત્રી મહિમા ચૌધરીને બ્રેસ્ટ કેન્સરનું થયું નિદાન, અનુપમ કરી સ્પેશિયલ પોસ્ટ

Mahima Chaudhary diagnosed with breast cancer: મહિમાની આ પોસ્ટ બાદ એકટ્રેસ જેનેલિયા ડિસોઝા સહિતની સેલેબ્સએ તેને હિંમત બંધાવી હતી

બોલિવુડ, 09 જૂનઃ Mahima Chaudhary diagnosed with breast cancer: સુભાષ ઘાઇની ફિલ્મ પરદેશીથી બોલિવુડમાં એન્ટ્રી કરનારી અભિનેત્રી મહિમા ચૌધરીને બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું છે. આ રોગ સામે તેની લડતને બિરદાવતી પોસ્ટ અભિનેતા અનુપમ ખેરે શેર કરી છે, તેમાં તેમણે મહિમાને પોતાની હિરો ગણાવી છે. 

અનુપમ ખેરે જણાવ્યા અનુસાર પોતાની આગામી ફિલ્મ સિગ્નેચર માટે તેમણે મહિમાનો સંપર્ક કર્યો2013મા ત્યારે મહિમાએ પોતાને બ્રેસ્ટ કેન્સર થયું હોવાની જાણ કરી હતી. 

મહિમાએ પોતાના વીડિયોમાં જણાવ્યું હતું કે મને વેબ શો તથા ફિલ્મ્સ માટે કોલ્સ મળી રહ્યા છે પરંતુ હું આ બધી ઓફર્સ સ્વીકારી શકું તેમ નથી કારણ કે મારા માથાં પરના વાળ સંપૂર્ણપણે ખરી ચુક્યા છે. તેણે અનુપમ ખેરને ભાવુક થઈને કહ્યું હતું કે શું તે આ ફિલ્મ વીગ સાથે કરી શકે છે.મહિમાના જણાવ્યા અનુસાર તેને કેન્સરના કોઈ લક્ષણ ન હતાં અને રૂટિન ચેક અપ દરમિયાન જ તેને જાણ થઈ હતી.

આ પણ વાંચોઃ President election 2022: ભારતના ચૂંટણી પંચે રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ કરી જાહેર, નોંધણી માટે લગભગ 2 અઠવાડિયા આપવામાં આવશે

મહિમાની આ પોસ્ટ બાદ એકટ્રેસ જેનેલિયા ડિસોઝા સહિતની સેલેબ્સએ તેને હિંમત બંધાવી હતી. 

મહિમાએ 2006માં બોબી મુખરજી સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, 2013માં તેના છૂટાછેડા થઈ ગયા હતા. તેને એક દીકરી અરિઆના છે. મહિમાએ એકલા હાથે દીકરીને ઉછેરવા માટે એક્ટિંગ કેરિયરમાંથી બ્રેક લીધો હતો. નોંધનીય છે કે, મહિમાની છેલ્લી ફિલ્મ શીના બોરા હત્યા કેસ પરથી બનેલી અને 2016માં રિલીઝ થયેલી ડાર્ક ચોકલેટ હતી.

આ પણ વાંચોઃ New Dayabhabhi come soon in TMKOC: દયાભાભી તો સિરિયલ તારક મહેતામાં પરત ફરશે, પણ દિશા વાકાણી નહીં- વાંચો શું કહ્યું અસિત મોદીએ?

Gujarati banner 01