Nayanthara wedding photos

Nayanthara wedding photos: સાઉથની અભિનેત્રી નયનતારાએ ડિરેક્ટર વિગ્નેશ શિવન સાથે લગ્ન કર્યા, શાહરુખ, સમંથાથી લઇ આ મહેમાનોએ આપી હાજરી

Nayanthara wedding photos: એક્ટ્રેસ નયનતારા લોંગ ટાઇમ બોયફ્રેન્ડ તથા ડિરેક્ટર વિગ્નેશ સિવન છ વર્ષના ડેટિંગ બાદ બંનેએ 25 માર્ચ, 2021ના રોજ સગાઈ કરી હતી

બોલિવુડ ડેસ્ક, 09 જૂનઃ Nayanthara wedding photos: બોલિવૂડ બાદ હવે ટોલિવૂડમાં લગ્ન થઈ રહ્યા છે. એક્ટ્રેસ નયનતારા લોંગ ટાઇમ બોયફ્રેન્ડ તથા ડિરેક્ટર વિગ્નેશ સિવન સાથે 9 જૂનના રોજ લગ્ન કર્યાં હતાં. લગ્ન ચેન્નઈની નજીક આવેલા મહાબલિપુરમના રિસોર્ટમાં યોજાયા હતા.

First pictures of Nayanthara-Vignesh Shivan from their wedding are out |  Entertainment News,The Indian Express

ચેન્નઈના વિવિધ મંદિરોમાંથી 20 બ્રાહ્મણો આવ્યા હતા. આ 20 બ્રાહ્મણોએ હિંદુ વિધિ પ્રમાણે 9 જૂનના રોજ સવારે સાડા આઠ વાગે મંત્રોચ્ચાર શરૂ કર્યાં હતાં. 10.30 વાગે વિગ્નેશ તથા નયનતારાના લગ્ન થયા હતા.

Nayanthara-Vignesh Shivan First Wedding Pic Out: Bride Looks Gorgeous In  Red While Groom Gives Her A Kiss

આ લગ્ન ચેન્નાઇ નજીક મહાબલીપુરમમાં કરવામાં આવ્યા હતા. એક રિસોર્ટ બુક કરાવીને અહીં આ કપલના ધામધુમથી લગ્ન કરવામાં આવ્યા

Advertisement
images.news18.com/ibnlive/uploads/2022/06/vigne...

એક ઇન્ટરવ્યુમાં વિગ્નેશે કહ્યું હતું કે તે તથા નયનતારા તિરુપતિમાં લગ્ન કરવા માગતાં હતાં, જોકે ત્યાં તમામ મિત્રો તથા પરિવારના સભ્યોને લઈ જવા મુશ્કેલ હતા, આથી જ વેડિંગ સેરેમની ચેન્નઈની નજીક કરવાનો નિર્ણય લીધો.

આ પણ વાંચોઃ Mahima Chaudhary diagnosed with breast cancer: અભિનેત્રી મહિમા ચૌધરીને બ્રેસ્ટ કેન્સરનું થયું નિદાન, અનુપમ કરી સ્પેશિયલ પોસ્ટ

Nayanthara and Vignesh Shivan's wedding Live Updates: Vijay Sethupathi  arrives for the wedding - The Times of India

શાહરુખ ખાનને થોડા સમય પહેલાં કોરોના થયો હતો. કોરોનામાંથી ઠીક થયા બાદ તે મહાબલિપુરમ આવ્યો છે. શાહરુખ તથા નયનતારા ફિલ્મ ‘જવાન’માં સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મને સાઉથ ડિરેક્ટર એટલી ડિરેક્ટ કરી રહ્યો છે.

Advertisement
untitled 2 1654768670
અભિનેતા રજનીકાંત
untitled 3 1654768678
બોની કપૂર

અભિનેતા રજનીકાંત, શાહરૂખ ખાન, સુર્યા અને વિજય અને ફિલ્મ નિર્માતાઓ મણિરત્નમ અને એટલી, ચિંરજીવી, સુર્યા, સામંથા રુથ પ્રભુ, બોની કપુર, વસંત રવિ, દિલિપ મહાબલીપુરમ ખાતેના લગ્નમાં હાજરી આપી હતી.

When will Vignesh Shivan and Nayanthara's wedding photos be released?  Here's what we know | Filmfare.com

ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વિગ્નેશ તથા નયનતારાને સાથે કામ કરતાં કરતાં એકબીજા પ્રત્યે પ્રેમ થયો હતો. છ વર્ષના ડેટિંગ બાદ બંનેએ 25 માર્ચ, 2021ના રોજ સગાઈ કરી હતી. ઉલ્લેખનીય છે કે નયનતારા તથા પ્રભુદેવા વચ્ચે અફેર હતું, જોકે પછી આ સંબંધોનો અંત આવ્યો હતો.

આ પણ વાંચોઃ WHO warns of monkeypox virus: મંકીપોક્સ વાયરસ અંગે WHOની ચેતવણી, દેશોમાં 1000થી વધુ કેસો નોંધાયા

Advertisement
Gujarati banner 01