train

Jamnagar-Vadodara Intercity Updates: જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સુધી જશે

Jamnagar-Vadodara Intercity Updates: 25 જૂને જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સુધી જશે

google news png

રાજકોટ, 23 જૂન: Jamnagar-Vadodara Intercity Updates: પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નં. ૬૨૪ પર રી-ગર્ડરિંગ કાર્ય માટે 18 જૂન, ૨૦૨૫ ના રોજ મેગા બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે રાજકોટ મંડળમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.

વિગતો નીચે મુજબ છે:

આંશિક રીતે રદ થયેલી ટ્રેન

25 જૂન, ૨૦૨૫ ના રોજ ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

આ પણ વાંચો:- Employees Honored: રાજકોટ ડિવિઝનના 2 કર્મચારીઓને ડીઆરએમ દ્વારા સન્માનિત કરાયા

માર્ગમાં મોડી પડનારી ટ્રેન

25 જૂન, ૨૦૨૫ ના રોજ ટ્રેન નંબર ૧૨૪૭૭ જામનગર–શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ માર્ગમાં ૫૦ મિનિટ મોડી પડશે.

ટ્રેનના સ્ટોપેજ, કોચની સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

BJ ADVT
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો