Essay writing competition

Essay writing competition: રેલ કર્મચારીઓના બાળકો માટે નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન

Essay writing competition: રાજકોટ ડિવિઝનમાં રેલ કર્મચારીઓના બાળકો માટે નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન

રાજકોટ, 14 સપ્ટેમ્બર: Essay writing competition: પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંસ્થા (WRWWO) રાજકોટ ડિવિઝન દ્વારા તા. 14 સપ્ટેમ્બર, 2025ના રોજ રેલ કર્મચારીઓના બાળકો માટે નિબંધ લેખન સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ 32 બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા. રાજકોટ ડિવિઝન રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીના ની પ્રેરક હાજરીમાં, સંસ્થાની સચિવ આર્યાએ આ સ્પર્ધાનો પ્રારંભ કર્યો અને ડિવિઝન રેલ પ્રબંધકે બાળકોને શુભેચ્છા પાઠવી.

સ્પર્ધામાં બાળકોને તેમની વય મુજબ રસપ્રદ વિષયો આપવામાં આવ્યા હતા, જેમ કે “મારી મનપસંદ વાનગી”, “મારા દાદા-દાદીના ઘરે એક મજેદાર દિવસ”, “મારો મનપસંદ ભારતીય તહેવાર”, “શું એ.આઈ. ભવિષ્ય માટે ખતરો બનશે કે લાભદાયક થશે” વગેરે. આ આયોજન રવિવારની રજાના દિવસે કલ્યાણ નિરીક્ષક ડિવિઝન દ્વારા કરવામાં આવ્યું.

Essay writing competition

બધા ભાગ લેનાર બાળકોને લેખન કીટ (પેન, પેન્સિલ, શાર્પનર, રબર અને સ્કેલ) આપવામાં આવી અને રિફ્રેશમેન્ટ પણ આપવામાં આવ્યું. આ સ્પર્ધાનો હેતુ બાળકોની ભાષા, વિચારશક્તિ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાનો છે, જેથી તેમનો આત્મવિશ્વાસ વધે, જ્ઞાનમાં વૃદ્ધિ થાય અને તેઓ પોતાની પ્રતિભાને નીખારીને વ્યક્તિત્વ વિકાસ તરફ આગળ વધી શકે.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો