Vigilance Awareness Week: રાજકોટ રેલવે ડિવિઝનમાં ‘વિજિલન્સ અવેરનેસ વીક’નો પ્રારંભ
Vigilance Awareness Week: ભ્રષ્ટાચાર સામે જાગૃતિ લાવવા અને પારદર્શિતા તથા ઈમાનદારીને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજકોટ રેલવે ડિવિઝનમાં સપ્તાહની ઉજવણી શરૂ.
- ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ અધિકારીઓ અને કર્મચારીઓને સત્યનિષ્ઠાના શપથ લેવડાવ્યા
🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲
📲 WhatsApp પર શેર કરોરાજકોટ, 26 ઓક્ટોબર: Vigilance Awareness Week: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 26 ઓક્ટોબરથી 01 નવેમ્બર, 2026 દરમિયાન ‘વિજિલન્સ અવેરનેસ વીક’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે આ અભિયાનની થીમ “સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ” છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય વહીવટી પ્રણાલી અને પ્રક્રિયાઓમાં સુધારા દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની સાથે-સાથે પારદર્શિતા અને જવાબદેહીને પ્રોત્સાહન આપવાનો છે.
આ પ્રસંગે આજે રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના અધ્યક્ષસ્થાને (Vigilance Awareness Week) ‘સત્યનિષ્ઠા પ્રતિજ્ઞા’ (Integrity Pledge) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિવિઝનલ રેલવે મેનેજર મીનાએ ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને સત્યનિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા.
આ પણ વાંચો:- Aadhaar Service Centre: અમદાવાદમાં રવિવારે પણ કાર્યરત 7 આધાર સેવા કેન્દ્રો શરૂ
કાર્યક્રમમાં એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર બ્રિજેશ કુમાર સિંહ, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીના, સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર અમૃત સોલંકી સહિત અન્ય શાખા અધિકારીઓ, રેલવે કર્મચારીઓ અને ટ્રેડ યુનિયનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તમામે સત્યનિષ્ઠા અને ઈમાનદારીપૂર્વક પોતાની ફરજો નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
