Rahgir: હું તને શોધ્યા કરું ને…..
હું તને શોધ્યા કરું ને તારું છટકવું હોતું હશે?
પથ્થરોમાં સ્મિત તારું, મારું મથવું હોતું હશે?
લાગણી, માંગણી ને વૈભવ ધરી જોયા છતાં,
મૌન તારું જોઈ મારું પાછું ફરવું હોતું હશે?
ના સ્વીકારીનેય તારા હોવાનો જે ગર્વ છે,
તને જગાડું ને મારું ખુદનું જાગવું હોતું હશે?
છે અંતિમ શ્વાસ પછીની મુલાકાતોની વાત પણ,
જીવતા તને શોધવા પળ પળ મરવું હોતું હશે?
ચાલ ‘રાહગીર’ આ સફરનો અંત તો નિશ્ચિત છે,
શોધ તારી હોય ને મારું જ મળવું હોતું હશે?

