Rajkot station 3

Rajkot Railway Division revenue: રાજકોટ રેલ મંડળનો શાનદાર પ્રદર્શન – ₹2711 કરોડ આવક

​રાજકોટ, 01 એપ્રિલ: Rajkot Railway Division revenue: પશ્ચિમ રેલવેનું રાજકોટ ડિવિઝન ભારતીય રેલવે માટે કમાણીની દૃષ્ટિએ સતત નવા સીમાચિહ્નો સ્થાપિત કરી રહ્યું છે. ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે રાજકોટ ડિવિઝને નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન દરેક ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને કુલ ₹2711.06 કરોડની નોંધપાત્ર વાર્ષિક આવક મેળવી છે.

Rajkot Railway Division revenue: આ આવક નાણાકીય વર્ષ 2024-25ની વાર્ષિક આવક ₹2455.94 કરોડની સરખામણીમાં 10.43% એટલે કે ₹255.12 કરોડ વધુ છે. કુલ ₹2711.06 કરોડની આવકમાં ગુડ્સ ટ્રેન મારફતે માલ સામાનના લોડિંગ (માલભાળા) માંથી સૌથી વધુ ₹2238.34 કરોડ, મુસાફરોની આવકમાંથી ₹437.43 કરોડ અને પાર્સલ સહિત અન્ય સ્ત્રોતોમાંથી ₹35.09 કરોડનું યોગદાન રહ્યું છે.

Rajkot Railway Division revenue

​Rajkot Railway Division revenue: ડિવિઝને ગુડ્સ ટ્રેન મારફતે માલ સામાનના લોડિંગ ક્ષેત્રમાં છેલ્લા 11 વર્ષના તમામ રેકોર્ડ તોડીને ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. આ માધ્યમથી પ્રાપ્ત થયેલ ₹2238.34 કરોડની આવક ગયા વર્ષના ₹2027.27 કરોડની સરખામણીમાં 10.41% (₹211.07 કરોડ) વધુ છે. તેવી જ રીતે, ડિવિઝને આ વર્ષે 11.95 મિલિયન ટન માલ સામાનનું લોડિંગ કર્યું છે, જે ગયા વર્ષના 10.81 મિલિયન ટન કરતા 10.60% વધુ છે. સંચાલન ક્ષમતાનો પુરાવો આપતા ડિવિઝને દરરોજ સરેરાશ 574 વેગનનું લોડિંગ કર્યું છે, જે ગયા વર્ષની 522 વેગનની સરેરાશ કરતા 10% વધુ છે.

​મુસાફરોની સુવિધા અને આવકમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. (Rajkot Railway Division revenue) રાજકોટ ડિવિઝને નાણાકીય વર્ષ 2025-26માં ₹437.43 કરોડની મુસાફર આવક મેળવી છે, જે ગયા વર્ષના ₹398.48 કરોડની સરખામણીમાં 9.77% (₹38.95 કરોડ) વધુ છે. મુસાફરોની સંખ્યામાં પણ મોટો ઉછાળો આવ્યો છે; આ વર્ષે આશરે 1.30 કરોડ મુસાફરોએ રાજકોટ ડિવિઝનમાંથી મુસાફરી કરી છે, જે ગયા વર્ષના 1.12 કરોડ મુસાફરોની સરખામણીમાં 15.94% નો વધારો દર્શાવે છે. આ ઉપરાંત, ટ્રેનોના સમયસર સંચાલનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ડિવિઝને 95.23% સમયપાલન (Punctuality) હાંસલ કર્યું છે.

આ પણ વાંચો:- Vav Tharad development projects: PM મોદીનો વિકસિત ગુજરાત સંકલ્પ – વાવમાં મેગા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

​રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ આ ગૌરવશાળી સિદ્ધિનો શ્રેય વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની સખત મહેનત અને નિષ્ઠાને આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ ટીમ વર્કના કારણે જ ડિવિઝને દરેક ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે અને ભારતીય રેલવેના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે.