ahmedabad heritage

Ahmedabad Heritage: અમદાવાદ હેરિટેજ બચાવવા ₹266 કરોડનો પ્રોજેક્ટ

  • Ahmedabad Heritage: ડિજિટલ મંજૂરી સિસ્ટમ, માણેક બુરજ અને ઐતિહાસિક ઇમારતોના પુનઃસ્થાપન સાથે હેરિટેજ વોક, ચબૂતરા અને ટુરિઝમને પણ મળશે નવી દિશા
  • ફોર્ટ વોલ રેસ્ટોરેશન, હેરિટેજ વોક અપગ્રેડ અને BnB મોડલથી શહેરના ઐતિહાસિક વિસ્તારોને મળશે પ્રોત્સાહન
  • રૂ.266 કરોડના બજેટ સાથે સંરક્ષણ, ડોક્યુમેન્ટેશન અને હેરિટેજ અવેરનેસ કાર્યક્રમોને વેગ મળશે
  • અમદાવાદ હેરિટેજને વૈશ્વિક ઓળખ: 200થી વધુ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળોએ શહેરની મુલાકાત લીધી

રિપોર્ટ: ગોપાલ મેહતા
અમદાવાદ, 02 એપ્રિલ:
Ahmedabad Heritage: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિશ્વ ધરોહર શહેર અમદાવાદમાં હેરિટેજ સંરક્ષણ, પુનઃસ્થાપન અને સંવર્ધન માટે વ્યાપક અને સંકલિત પહેલ હાથ ધરવામાં આવી છે. શહેરના ઐતિહાસિક ઢાંચાઓને સુરક્ષિત રાખવા અને આધુનિક સુવિધાઓ સાથે સંકલન કરવા માટે AMCએ વિવિધ સ્તરે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.

હેરિટેજ પ્રોજેક્ટ્સને ઝડપી ગતિ આપવા માટે AMCના હેરિટેજ કન્સર્વેશન કમિટી (HCC) હેઠળ એક્સપર્ટ સબકમિટી ફોર હેરિટેજ અપ્રૂવલ (ESHA) રચવામાં આવી છે, જે ટેક્નિકલ સ્ક્રુટિની અને મંજૂરી પ્રક્રિયાને ઝડપી બનાવે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેરિટેજ ઇમારતોના (Ahmedabad Heritage) રેસ્ટોરેશન માટે ડિજિટલ એપ્લિકેશન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જે પારદર્શિતા, કાર્યક્ષમતા અને મોનીટરીંગ વધારશે. આ સાથે AMCના હેરિટેજ વિભાગને વધુ મજબૂત બનાવવા માટે કન્સર્વેશન આર્કિટેક્ટ, ઇજનેર અને ટેક્નિકલ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે.

Ahmedabad Heritage

Ahmedabad Heritage: શહેરના હેરિટેજ પ્રોપર્ટીઝનું સિસ્ટમેટિક ડોક્યુમેન્ટેશન અને સંરક્ષણ હાથ ધરાયું છે, જેનાથી રેગ્યુલેટરી ઓવરસાઈટ અને પ્લાનિંગમાં મદદ મળશે. છેલ્લા પાંચ વર્ષમાં AMCએ અનેક હેરિટેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક અમલમાં મૂક્યા છે.

હાલમાં ઐતિહાસિક ફોર્ટ વોલનું તબક્કાવાર પુનઃસ્થાપન ચાલી રહ્યું છે, જ્યારે શહેરના સ્થાપન સાથે જોડાયેલા માણેક બુરજનું સંરક્ષણ કાર્ય પણ હાથ ધરાયું છે. શહેરના વિવિધ હેરિટેજ પ્રિસિંક્ટ્સમાં વિકાસ કાર્યો પૂર્ણ થઈ રહ્યા છે, જેમાં ઢાળ ની પોલ, હેરિટેજ વોક રૂટ, સાંકડી શેરી, વસંત ચોક અને જગન્નાથ યાત્રા રૂટનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:- Fake News Control: ફેક ન્યૂઝ રોકવા સરકારનો મોટો પગલું – મલ્ટિ-ટાયર મિકેનિઝમ લાગુ

આ સાથે (Ahmedabad Heritage) AMCની સૂચિમાં સમાવિષ્ટ અનેક ઐતિહાસિક ઇમારતો જેમ કે સરદાર પટેલ ભવન, કેલિકો ડોમ, જામાલપુર શાળા નં. 4 અને નવરોજી લાઇબ્રેરીમાં ટેક્નિકલ સુપરવિઝન હેઠળ રેસ્ટોરેશન ચાલી રહ્યું છે. પરંપરાગત ચબૂતરાઓ (પક્ષી ફીડર સ્ટ્રક્ચર્સ) જેમ કે ચબૂતરો અને કરંજ ચબૂતરાનું સંરક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે.

વધુમાં, વર્ષ 2026-27 માટે રૂ.15 કરોડના બજેટ સાથે 160 પોલ ગેટ્સના સંરક્ષણ માટે વિશેષ પ્રોગ્રામ મંજૂર કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 60 હેરિટેજ અવેરનેસ કાર્યક્રમો યોજાયા છે અને શહેરે આશરે 200 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળોને હોસ્ટ કર્યા છે, જેનાથી હેરિટેજ અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ વધારાઈ છે.

View this post on Instagram

A post shared by Buyer Junction (@buyerjunction)

AMCએ હેરિટેજ અને ટુરિઝમને જોડવા માટે એક ટૂરિઝમ સેલ પણ સ્થાપિત કર્યો છે, જે હેરિટેજ હાઉસમાં BnB મોડલને પ્રોત્સાહન આપશે. અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટ સાથે મળીને આંતરરાષ્ટ્રીય સ્તરે સંશોધન, ક્ષમતા વિકાસ અને હેરિટેજ મેનેજમેન્ટ માટે ભાગીદારી વિકસાવવામાં આવી રહી છે.

આ ઉપરાંત HTDR હેઠળ 01/12/2025 સુધીમાં 108 પ્રોપર્ટીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે, અને લગભગ 14,208.8007 ચોરસ મીટર TDR જારી કરવામાં આવ્યું છે, જેમાંથી આશરે 50% ઉપયોગમાં લેવાયું છે. આ તમામ પહેલ અંતર્ગત AMC દ્વારા વર્તમાન વર્ષમાં રૂ. 266 કરોડનો બજેટ હેરિટેજ સંરક્ષણ, પ્રચાર અને ટુરિઝમ માટે ફાળવવામાં આવ્યું છે.