train coach 2

Okha Bhavnagar Exp: ઓખા–ભાવનગર એક્સપ્રેસમાં વધારાનો 3AC કોચ

  • ​ Okha Bhavnagar Exp: આરક્ષિત સીટોની ઉપલબ્ધતા વધશે, મુસાફરી વધુ આરામદાયક બનશે
🧼 હવે સફાઈ સરળ – મિનિટોમાં ઘર ચમકાવો!
⚡ Electric Spin Scrubber – હવે જ ખરીદો
🚚 ફ્રી ડિલિવરી | 💵 COD ઉપલબ્ધ | 🔋 રિચાર્જેબલ

રાજકોટ, 13 એપ્રિલ: Okha Bhavnagar Exp: મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ અને ભાવનગર ટર્મિનસ-ઓખા એક્સપ્રેસમાં કાયમી ધોરણે એક વધારાનો તૃતીય વાતાનુકૂલિત (થર્ડ એસી) કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વ્યવસ્થાથી ખાસ કરીને પીક સીઝન દરમિયાન આરક્ષિત સીટોની ઉપલબ્ધતામાં નોંધપાત્ર સુધારો થશે.

​રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સુવિધા નીચે મુજબની તારીખોથી અમલમાં આવશે:

આ પણ વાંચો:- DRM Award: રેલ સુરક્ષામાં રાજકોટ ડિવિઝનના 12 કર્મીઓ સન્માનિત

૧) Okha Bhavnagar Exp: ટ્રેન સંખ્યા 19210 (ઓખા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ): 02 જૂન 2026 થી.
૨) ટ્રેન સંખ્યા 19209 (ભાવનગર ટર્મિનસ–ઓખા એક્સપ્રેસ): 01 જૂન 2026 થી.

સુધારેલી કોચ સંરચના:
વધારાનો કોચ જોડ્યા બાદ ટ્રેનમાં કુલ 16 કોચ હશે, જેમાં 1 થર્ડ એસી, 10 સ્લીપર, 3 જનરલ અને 2 લગેજ વેન કોચનો સમાવેશ થશે.

​મુસાફરોની સુવિધા માટે આ વધારાના કોચનું બુકિંગ પીઆરએસ (PRS) કાઉન્ટર અને આઈઆરસીટીસી (IRCTC) ની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.